Jallianwala Bagh Massacre: જલિયાવાલા બાગના હત્યાકાંડ પર આધારિત છે આ ફિલ્મો, આ હત્યાકાંડ હંમેશા ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલો રહેશે

Jallianwala Bagh Tragedy:હિન્દી સિનેમામાં એવી ઘણી ફિલ્મો બની છે, જે આપણને વર્ષો પહેલા બનેલી અનેક ઘટનાઓની યાદ અપાવે છે. આ યાદીમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ પર બનેલી એવી સ્ટોરીઓ પણ છે, જે આજે પણ વર્ષો જૂની પીડાને યાદ કરાવી રુંવાડા ઉભા થઈ જાય છે.

Jallianwala Bagh Massacre: જલિયાવાલા બાગના હત્યાકાંડ પર આધારિત છે આ ફિલ્મો, આ હત્યાકાંડ હંમેશા ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલો રહેશે
| Edited By: | Updated on: Apr 13, 2023 | 10:11 AM

જલિયાવાલા બાગ હત્યાકાંડ, આ તે ઘટનાનું નામ છે જેનાથી દેશનું દરેક બાળક વાકેફ છે. આ ઘટના પછી પંજાબનું અમૃતસર માત્ર ધાર્મિક સ્થળ ગોલ્ડન ટેમ્પલ માટે જાણીતું નથી. પરંતુ અમૃતસરનું નામ પણ અહીં બનેલી આ દર્દનાક ઘટનાની યાદ અપાવે છે. હિન્દી સિનેમામાં પણ આવી ઘણી ફિલ્મો બની છે, જે જોઈ તમે પણ વિચારમાં પડી જશો.

અંગ્રેજોના ગોળીબારથી ગભરાઈને તમામ મહિલાઓએ બાળકો સહિત આત્મહત્યા કરી લીધી અને કૂવામાં કૂદી પડી. બહાર નીકળવાના સાંકડા માર્ગને કારણે, હજારો લોકો નાસભાગમાં કચડાઈ ગયા હતા અને ઘણા લોકોના જીવ બ્રિટિશ ગોળીઓ દ્વારા લેવામાં આવ્યા હતા.

13 એપ્રિલ 1919ના રોજ થયેલ જલિયાવાલા બાગ હત્યાકાંડ હંમેશા ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલ રહેશે.આજે પણ ભારતના લોકો એ ઘટનાને યાદ કરીને નફરતની આગમાં સળગી જાય છે.

અહીં જુઓ જલિયાવાલા બાગ પર બનેલી તે ફિલ્મોની યાદી

1- ગાંધી

ગાંધી, આ ફિલ્મનું નિર્દેશન આંતરરાષ્ટ્રીય દિગ્દર્શક રિચર્ડ એટનબરોએ કર્યું હતું. વર્ષ 1982માં રિલીઝ થયેલું આ ઐતિહાસિક ડ્રામા લોકોને તે દર્દનાક હત્યાકાંડનો પરિચય કરાવે છે. આ ફિલ્મને એકેડેમી એવોર્ડ સહિત ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.

2- ધ લેજેન્ડ ઓફ ભગત સિંહ

પ્રખ્યાત નિર્દેશક રાજકુમાર સંતોષીની આ ફિલ્મ આજે પણ દરેક દેશવાસીના મનમાં છે. આ ફિલ્મ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અજય દેવગન, સુશાંત સિંહ, ડી સંતોષ અને અખિલેન્દ્ર મિશ્રા જેવા અનુભવી સ્ટાર્સે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ દ્વારા જલિયાવાલા બાગ હત્યાકાંડની વેદનાને ફરી એકવાર ફિલ્મી પડદે અનુભવી કરી શકો છે.

3- જલિયાવાલા બાગ

બોલિવૂડની ફિલ્મ જલિયાવાલા બાગ સંપૂર્ણપણે આ જ હત્યાકાંડ પર આધારિત છે. આ ફિલ્મ જોઈને તમે આજે પણ ભાવુક થઈ જશો. વર્ષ 1977માં બનેલી આ ફિલ્મમાં એ દર્દનાક દ્રશ્યને સંપૂર્ણ રીતે બહાર લાવવામાં આવ્યું છે. રિપોર્ટ્સ કહે છે કે ફિલ્મની રિલીઝમાં ઘણી સમસ્યાઓ હતી. સ્ક્રીન પર આવવામાં તેને 10 વર્ષ લાગ્યાં હતા.

 

 

4- સરદાર ઉધમ સિંહ

વર્ષ 2021માં આવેલી વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં પણ જલિયાવાલા બાગ હત્યાકાંડને સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મ જોયા પછી તમારા રુંવાડા ઉભા થઈ જશે. આ ફિલ્મે ઘણા નેશનલ એવોર્ડ જીત્યા છે.

5- રંગ દે બસંતી

આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતીએ પણ લોકોને ખૂબ રડાવ્યા હતા. ફિલ્મ જોયા પછી પણ લોકો તેનાથી કંટાળતા નથી. આ ફિલ્મમાં જલિયાવાલા બાગ હત્યાકાંડને સ્ક્રીન પર એવી રીતે બતાવવામાં આવ્યો હતો કે લોકો હચમચી ગયા,

 

 

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો