Mili Trailer : જીવનની લડાઈ લડતી જોવા મળશે જાહ્નવી કપૂર, જુઓ મિલીનું ટ્રેલર

જાહ્નવી કપૂરની (Janhvi Kapoor) ફિલ્મ મિલી (Mili) મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં તેની સાથે સની કૌશલ પણ લીડ રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂરના પિતા બોની કપૂરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.

Mili Trailer : જીવનની લડાઈ લડતી જોવા મળશે જાહ્નવી કપૂર, જુઓ મિલીનું ટ્રેલર
| Edited By: | Updated on: Oct 15, 2022 | 10:05 PM

‘મિલી’નું (Mili) ટીઝર જોયા બાદ જાહ્નવી કપૂરના (Janhvi Kapoor) ફેન્સ આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ફેન્સની રાહ હવે પૂરી થઈ ગઈ છે. જાહ્નવી કપૂરની ફિલ્મ મિલીનું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અલગ અંદાજમાં જોવા મળી રહી છે. તેની એક્ટિંગ અને વીડિયો જોયા પછી વ્યક્તિના રૂંવાટા ઉભા થઈ જાય છે. જીવન અને મૃત્યુ વચ્ચે લડતી જાહ્નવી કપૂરના પાત્રને જોઈને ટ્રેલર જોનારનું દિલ ધ્રૂજી ઊઠશે. તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂરના પિતા બોની કપૂરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.

જાહ્નવી કપૂરે કરી છે ઘણી મહેનત

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે જાહ્નવી કપૂરે ઘણા ચેલેન્જિંગ સીન શૂટ કર્યા છે. અમે ટ્રેલરમાં જોઈ શકીએ છીએ કે માઈનસ ડિગ્રી તાપમાનમાં જાહ્નવી કપૂર ફ્રીઝરમાં બંધ છે. આ ફ્રીઝરમાં બંધ જાહ્નવી કપૂરનું પાત્ર પોતાનો જીવ બચાવવા માટે સ્ટ્રગલ કરતી જોવા મળે છે. પિતા અને પુત્રીની સુંદર સ્ટોરી આ ફિલ્મમાં કહેવામાં આવી છે. જાહ્નવી કપૂર આ ફિલ્મમાં મિલી નૌડિયાલનું પાત્ર ભજવતી જોવા મળશે.

અહીં જુઓ ફિલ્મ મિલીનું ટ્રેલર

ટ્રેલરમાં જણાવવામાં આવી છે ફિલ્મની ઝલક

મિલીને વિદેશમાં નોકરી મળી ગઈ છે. જોબની ઓફરથી ખુશ મિલી વિદેશ જવાની તૈયારી કરી રહી છે પરંતુ તેની સાથે એક મોટો અકસ્માત થાય છે. મિલી અચાનક ફ્રીઝરમાં ફસાઈ જાય છે. મિલીના અચાનક ગાયબ થવાથી આખા શહેરમાં ખળભળાટ મચી જાય છે. અચાનક ગાયબ થઈ ગયેલી મિલીને શોધવા માટે પોલીસ તેના પિતા સાથે મળીને તમામ પ્રયાસો કરે છે. હવે મિલીની સાથે આગળ શું થશે અને તેના પિતા સાથેના સંબંધો પર શું અસર પડશે તે જોવાનું રસપ્રદ રહેશે.

જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

જાહ્નવી કપૂરની આ ફિલ્મ 4 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘હેલેન’ની રિમેક છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં સની કૌશલ અને મનોજ પાહવા પણ જોવા મળશે. મનોજ પાહવા આ ફિલ્મમાં મિલીના પિતાની ભૂમિકામાં જોવા મળશે.

Follow Us