ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને જોઈને તમારો આત્મા કંપી જશે. આ કેરળમાં ધર્માંતરણ કરીને આતંકવાદની આગમાં ધકેલી દેવાયેલી છોકરીઓની સ્ટોરીને આમાં કરુણ રીતે રજૂ કરવામાં આવી છે. ટ્રેલરમાં કેરળના હિંદુ પરિવારની શાલિની ઉન્નીક્રૃષ્નનની ફાતિમા બનવાની દર્દનાક સ્ટોરી દર્શાવવામાં આવી છે અને તેના દ્વારા રાજ્યના ISIS કનેક્શનનો પર્દાફાશ કરવાનો એક શાનદાર પ્રયાસ કરવામાં આવ્યો છે.
ટ્રેલરની શરુઆતમાં એક હસતા રમતા પરિવારના દ્રશ્ય સાથે શરૂ થાય છે જ્યાં એક માતા તેની પુત્રીને હાથથી ખવડાવી રહી છે, તેને સ્નેહ આપી રહી છે. પરિવારમાં ખુશીનો માહોલ છે. પરંતુ પરિવારની આ ખુશી હવે ભૂતકાળ બની ગઈ છે અને તેનું કારણ છે ધર્મ પરિવર્તન. પરિવારની પુત્રી શાલિની ઉન્નીક્રૃષ્નનને અન્ય ધાર્મિક સમુદાયના લોકોએ તેમનો ધર્મ કબૂલ કરાવ્યો. શાલિનીને ફાતિમા બનાવી, તેના લગ્ન કરાવ્યા અને પછી તેને આતંકવાદની આગમાં ધકેલી દેવામાં આવી. આ માત્ર શાલિનીની વાર્તા નથી, પરંતુ કેરળ રાજ્યની હજારો છોકરીઓની વાર્તા છે.
ટ્રેલરમાં શાલિનીને પૂછવામાં આવ્યું છે કે, ‘તમે આઈએસઆઈએસમાં ક્યારે જોડાયા?’ આના જવાબ મળે છે, ‘તે આઈએસઆઈએસમાં ક્યારે જોડાઈ તે જાણવા કરતાં તે શા માટે અને કેવી રીતે જોડાઈ તે જાણવું વધુ મહત્વનું છે.’ આ પછી આખું પ્લાનિંગ બતાવવામાં આવ્યું છે, જેના હેઠળ છોકરીઓનું બ્રેઈનવોશ કરીને ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યું હતું. ટ્રેલરમાં 2006 થી 2011 સુધી કેરળના મુખ્ય પ્રધાન રહેલા વી એસ અચ્યુતાનંદનના કથિત નિવેદનને પણ ટાંકવામાં આવ્યું છે કે કેરળ આગામી 20 વર્ષમાં ઈસ્લામિક રાજ્ય બની જશે.
રાજ્યમાં ધર્માંતરણનો મુદ્દો ખુલે તો તે ગ્લોબલ એજન્ડા હોવાનું જાણવા મળે છે. ધર્માંતરણ માત્ર હિંદુ છોકરીઓનું જ નહીં, પણ ખ્રિસ્તી છોકરીઓનું પણ થયું અને પરિણામ બધા માટે સમાન હતું. ઘર છોડીને ભાગી ગયેલી આ છોકરીઓને આતંકવાદની આગમાં ધકેલી દેવામાં આવી હતી. ત્રાસ આપવામાં આવ્યો.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ કેરળ રાજ્યમાં કથિત રીતે ગુમ થયેલી 32 હજાર મહિલાઓ પાછળની ઘટનાઓનો ખુલાસો કરે છે, જે કેરળને હચમચાવી દેનારી કહાનીઓમાંની એક છે. આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થશે. તેનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે અને પ્રોડ્યુસ વિપુલ અમૃતલાલ શાહે કરી છે. આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં જોવા મળશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 4:35 pm, Wed, 26 April 23