The Kerala Story BO Collection: 10મા દિવસે બોક્સ ઓફિસ પર ‘ધ કેરલ સ્ટોરી’એ મચાવ્યું તોફાન, ફિલ્મ 150 કરોડની કમાણી તરફ આગળ વધી

The Kerala Story Box Office Collection Day 10 : 'ધ કેરલ સ્ટોરી'ની રિલીઝને 10 દિવસ પૂરા થઈ ગયા છે. 10 દિવસમાં આ ફિલ્મે 100 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે. લોકોનો ફિલ્મ જોવા માટે સતત ધસારો જોવા મળી રહ્યો છે.

The Kerala Story BO Collection: 10મા દિવસે બોક્સ ઓફિસ પર ધ કેરલ સ્ટોરીએ મચાવ્યું તોફાન, ફિલ્મ 150 કરોડની કમાણી તરફ આગળ વધી
| Edited By: | Updated on: May 15, 2023 | 11:49 AM

‘ધ કેરલ સ્ટોરી’ (The Kerala Story )નો ચાર્મ બોક્સ ઓફિસ પર મજબૂત બની રહ્યો છે. જેઓ ફિલ્મની કમાણી અંગે વિચારી રહ્યા હતા કે હવે આ સપ્તાહે ફિલ્મની કમાણીનો સ્પીડ ઓછી પડી જશે. આવી સ્થિતિમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ‘ધ કેરલ સ્ટોરી’નો જાદુ લોકોમાં જોવા મળી રહ્યો છે.

ધ કેરલ સ્ટોરી દિવસેને દિવસે શાનદાર પર્ફોમન્સ આપી રહી છે. ફિલ્મની રિલીઝ પછી લીડ અભિનેત્રી અદા શર્મા અને ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેન સતત ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. જ્યારે પણ મેકર્સને તક મળી પોતાની ફિલ્મના પ્રમોશનમાં પહોંચી ગયા હતા. ફિલ્મના ડાયરેક્ટર દેશની દરેક વ્યક્તિ સુધી આ ફિલ્મને પહોંચાડવા માંગે છે.

 

 

આ પણ વાંચો : એક સમયે શાનદાર અભિનયથી બની ગયો હીરો, જીવનની આ મોટી ભૂલે આ અભિનેતાની કારકિર્દી ખતમ કરી દીધી

સુદીપ્તો સેને કહ્યું કે, આ સ્ટોરી એ માસુમ છોકરીઓની છે જેની સાથે ખોટું થયું છે.કેરલ સ્ટોરીએ આગલા દિવસે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. હવે તેની નજર 150 કરોડના આંકડા પર છે.

 

 

આ પણ વાંચો : ટ્રાફિકથી બચવા માટે Amitabh Bachchanને અજાણ્યા વ્યક્તિની લીધી મદદ, શેર કર્યો Photo

10માં દિવસે ધ કેરલ સ્ટોરીએ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. અહેવાલો અનુસાર આ ફિલ્મે સેકન્ડ સન્ડેના રોજ અંદાજે 23 કરોડ સુધીનો કારોબાર કર્યો છે. ત્યારબાદ હવે ફિલ્મની કમાણી કુલ 135.99 કરોડ સુધી પહોંચી ગઈ છે. 10માં દિવસે આટલું શાનદાર કલેક્શન આ ફિલ્મે સાબિત કરી દીધું કે ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે. આ સાથે આ ચોથી ફિલ્મ છે જે આ વર્ષે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે.Adah Sharma

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો