AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇતિહાસની દર્દનાક ઝલક બતાવશે ‘બંટવારા 1947’, નવું ટીઝર જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે

બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બંટવારા 1947' નું નવું અને દમદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. દેશના ભાગલા સમયની દર્દનાક વાર્તા અને દેશભક્તિના જોશથી ભરેલા આ ટીઝરે દર્શકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા બમણી કરી દીધી છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ દ્વારા અંદાજે ત્રણ દાયકા પછી રાજકુમાર સંતોષી અને સની દેઓલની સુપરહિટ જોડી ફરી એકસાથે મોટા પડદે ધમાકો કરવા માટે તૈયાર છે.

ઇતિહાસની દર્દનાક ઝલક બતાવશે 'બંટવારા 1947', નવું ટીઝર જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે
| Updated on: Jul 18, 2026 | 5:36 PM
Share

‘બંટવારા 1947’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંની એક છે. ફિલ્મનું મોશન પોસ્ટર અને દમદાર કેરેક્ટર પોસ્ટર્સ સામે આવ્યા પછીથી જ તેને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. હિંમત, બલિદાન અને માનવીય જુસ્સાની વાર્તા પર બનેલી આ ફિલ્મનું પહેલું ટીઝર પહેલાથી જ લોકોની ઉત્સુકતા વધારી ચૂક્યું હતું.

હવે મેકર્સે તેનું વધુ એક દમદાર ટીઝર રિલીઝ કરી દીધું છે, જેણે આ ફિલ્મને લઈને ઉત્સાહ વધારી દીધો છે. ‘બંટવારા 1947’ નું નવું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં આ હાઈ-વોલ્ટેજ ડ્રામાની વધુ એક દમદાર ઝલક જોવા મળે છે.

Teaser જોઈને રૂંવાડા ઊભા થઈ જશે

સની દેઓલ એક એવા વ્યક્તિના રોલમાં જોવા મળી રહ્યા છે, જે દરેક મુશ્કેલીનો સામનો કરીને પોતાના પરિવારની રક્ષા માટે અડીખમ ઊભો રહે છે. ફિલ્મનો જોશ અને જુસ્સો આ ટીઝરમાં પણ પૂરી રીતે જળવાઈ રહ્યો છે. ટીઝર શરૂઆતથી અંત સુધી જોરદાર અસર છોડે છે.

ટીઝરમાં એક એવા નીડર હીરોની ઝલક બતાવવામાં આવી છે કે, જે નફરતની સામે પૂરા સાહસ અને હોંસલા સાથે ઊભો રહે છે. શરૂઆતથી અંત સુધી રોમાંચથી ભરેલું આ ટીઝર દેશના ભાગલાના સમયના ભારતીય ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ પ્રકરણોમાંના એકની ઝલક દર્શાવે છે.

આ એ દર્દનાક ઘટનાઓનો પડઘો છે, જેણે બે દેશને અલગ કરી દીધા અને કરોડો લોકોની જિંદગી હંમેશા માટે બદલી નાખી. આ નવા ટીઝરે ફિલ્મને લઈને લોકોની એક્સાઇટમેન્ટને વધુ વધારી દીધી છે.

રાજકુમાર સંતોષી અને સની દેઓલની જોડી ત્રણ દાયકા પછી સાથે આવી

‘બંટવારા 1947’ માં શબાના આઝમી, સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ જેવા દમદાર કલાકારો જોવા મળશે. આ ફિલ્મની સાથે અંદાજે ત્રણ દાયકા પછી રાજકુમાર સંતોષી અને સની દેઓલની જોડી ફરી એકસાથે આવી છે, જેની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ‘બંટવારા 1947’ નું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ કર્યું છે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે, જ્યારે ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે. ફિલ્મને આમિર ખાન અને અપર્ણા પુરોહિતે પ્રોડ્યુસ કરી છે. ‘બંટવારા 1947’ દુનિયાભરના સિનેમાઘરોમાં 14 ઓગસ્ટ 2026 રોજ રિલીઝ થશે.

Breaking News : સલમાન બાદ હવે આમિર ખાન લોરેન્સ બિશ્નોઈના નિશાના પર, સોશિયલ મીડિયા પર આપી ધમકી

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">