Viral Video : ધ આર્ચીઝની ટીમે બ્રાઝિલમાં કર્યો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

|

Jun 19, 2023 | 8:14 PM

ઝોયા અખ્તરની અપકમિંગ ફિલ્મનું 'ધ આર્ચીઝ'નું (The Archies) ટીઝર બ્રાઝિલમાં નેટફ્લિક્સની ટુડુમ ઈવેન્ટ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ધ આર્ચીઝની ટીમે બ્રાઝિલમાં કર્યો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
The Archies
Image Credit source: Social Media

Follow us on

ઝોયા અખ્તરની અપકમિંગ ફિલ્મ ‘ધ આર્ચીઝ‘નું (The Archies) ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર શનિવારે રાત્રે બ્રાઝિલમાં નેટફ્લિક્સની ટુડુમ ઈવેન્ટ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું હતું, જ્યાં ટીઝર લોન્ચ દરમિયાન ફિલ્મના સમગ્ર કલાકારોએ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સુહાના ખાને ટીમ સાથે કર્યો ડાન્સ

વીડિયોમાં અગસ્ત્ય નંદા, શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન, ખુશી કપૂર, અદિતિ ડોટ, મિહિર આહુજા, વેદાંગ રૈના અને યુવરાજ મેંડા ટુડુમ ઈવેન્ટમાં ડાન્સ પરફોર્મન્સ કરતા જોવા મળ્યા હતા. બધાએ તેમની અપકમિંગ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના ગીત સુનોહ પર ડાન્સ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

રેટ્રો લુકમાં જોવા મળ્યા કલાકારો

વીડિયોમાં ખુશી કપૂર ઓરેન્જ ડ્રેસમાં જોવા મળી રહી છે. સુહાના ખાને પ્રિન્ટેડ વ્હાઈટ શર્ટ ઉપર બ્રાઉન શોર્ટ ડ્રેસ અને બ્લેક ટાઈટ્સ પહેરી છે. અગસ્ત્ય નંદા વ્હાઈટ ટી-શર્ટ, ગ્રે પેન્ટ અને ડાર્ક ગ્રે જેકેટમાં જોવા મળે છે. અદિતિ ડોટ સ્કર્ટ-ટોપ અને હાફ સ્વેટરમાં જોવા મળે છે, જ્યારે મિહિર આહુજા પ્રિન્ટેડ વ્હાઈટ શર્ટ, સસ્પેન્ડર્સ સાથે બ્લેક ટ્રાઉઝર અને ગોલ્ફ કેપમાં જોવા મળે છે.

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું છે કે ‘હું તમને કહું છું કે આ બાળકો જાને તુ યા જાને ના પછી અપકમિંગ ફેવરિટ ગ્રુપ બની શકે છે.’ બીજા એક યુઝરે લખ્યું છે કે ‘એક જ ગ્રૂપમાં ઘણા સારા દેખાતા લોકો એક સાથે’. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘સુહાના આટલી ક્યૂટ કેવી રીતે હોઈ શકે’. પરંતુ કેટલાક લોકોએ સ્ટાર કિડ્સની ટીકા પણ કરી છે.

60ના દાયકાની સ્ટોરી પર આધારિત ફિલ્મ

આ ફિલ્મમાં 1964ની સ્ટોરી બતાવવામાં આવી છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં સુહાના ખાનના પાત્રનું નામ વેરોનિકા અને ખુશીના પાત્રનું નામ બેટ્ટી છે.

આ પણ વાંચો: સુહાનાની ડેબ્યુ ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, શાહરૂખે પુત્રીને આ રીતે કર્યું વિશ, ફાધર્સ ડે પર કહી આ વાત

ફિલ્મની સ્ટોરીમાં પ્રેમ, મિત્રતા અને દુ:ખ જોવા મળશે. ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતા નેટફ્લિક્સે લખ્યું છે કે ‘તમે તેને કોમિક્સ, પુસ્તકો અને રિવરડેલમાં જોયો છે, પરંતુ આ વખતે તમે તેને ભારતમાં જોશો. 60ના દાયકા પર બનેલી આ ફિલ્મ એક એવી દુનિયા બતાવશે જે સંપૂર્ણપણે નવી હશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article