Archies Movie: ‘ધ આર્ચીઝ’ના નવા પોસ્ટરમાં સુહાના અને ખુશીનો બદલાયો લુક, અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય લાગે છે ક્યૂટ

|

Jun 12, 2023 | 5:56 PM

Archies Movie : રવિવારે 'આર્ચીઝ' નેટફ્લિક્સ ઇન્સ્ટાગ્રામ હેન્ડલએ ટ્વિસ્ટ સાથે અપડેટ પોસ્ટ કર્યું, જેમાં 'પઠાણ'ની એક પ્રખ્યાત લાઇન દર્શાવવામાં આવી છે. જ્યારે તેની ટાઈમલાઈન પર શેર કરેલી તસવીરમાં અંગ્રેજી અને હિન્દીમાં 'વેલકમ ટુ રિવરડેલ' લખેલું છે.

Archies Movie: ધ આર્ચીઝના નવા પોસ્ટરમાં સુહાના અને ખુશીનો બદલાયો લુક, અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય લાગે છે ક્યૂટ
The archies new poster

Follow us on

The Archies New Poster : શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. સુહાના સિવાય આ ફિલ્મમાં અન્ય ઘણા સ્ટાર કિડ્સ છે, જેઓ તેની સાથે ડેબ્યૂ કરી રહ્યા છે. રવિવારે ‘આર્ચીઝ’ નેટફ્લિક્સ ઇન્સ્ટાગ્રામ હેન્ડલએ ટ્વિસ્ટ સાથે અપડેટ પોસ્ટ કર્યું, જેમાં ‘પઠાણ’ની એક પ્રખ્યાત લાઇન દર્શાવવામાં આવી છે. જ્યારે તેની ટાઈમલાઈન પર શેર કરેલી તસવીરમાં અંગ્રેજી અને હિન્દીમાં ‘વેલકમ ટુ રિવરડેલ’ લખેલું છે.

આ પણ વાંચો : ‘ધ આર્ચીઝ’નું શૂટિંગ પૂરુ કરીને ઘરે આવ્યા સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા, જુઓ એરપોર્ટમાંથી બહાર નીકળતા “સ્ટાર કિડ્સ”નો વીડિયો

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

‘ધ આર્ચીઝ’નું નવું પોસ્ટર શેર કરતાં ઝોયા અખ્તરે કેપ્શનમાં લખ્યું, ” રિવરડેલની યાત્રા કરો. અમે તમારી જગ્યા સુરક્ષિત કરી દીધી છે. પુરી ગેંગને મળો. જે જલદી નેટફ્લિ્ક્સ પર આવશે. તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘ધ આર્ચીઝ’ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

આ પોસ્ટની સાથે સુહાના ખાને ધ આર્ચીઝનું નવું પોસ્ટર પણ શેર કર્યું છે. આમાં તમામ સ્ટાર્સ નવા અવતારમાં જોવા મળી રહ્યા છે. સુહાનાએ તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘Met the Archies, Netflix પર જલ્દી આવી રહી છે.’

લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ

‘ધ આર્ચીઝ’નું પહેલું ટીઝર ગયા વર્ષે રિલીઝ થયું હતું અને તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે કેટલાક લોકો કોમિકના ઈન્ડિયન વર્ઝનથી પ્રભાવિત થયા હતા, તો કેટલાકને તે ગમ્યું ન હતું. આર્ચી કોમિક્સના સીઈઓ જ્હોન ગોલ્ડવોટર સાથેની વાતચીતમાં ‘ઝિંદગી ના મિલેગા દોબારા’ના ડિરેક્ટરે કહ્યું, ‘અમે આને ભારતમાં એંગ્લો-ઈન્ડિયન ગ્રુપમાં બનાવ્યું છે અને તમને જાદુઈ, કાલ્પનિક શહેરમાં લઈ જવા માટે રાહ જોઈ શકતા નહોતા.’

ધ આર્ચીઝની કાસ્ટ

આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદા ડેબ્યૂ કરશે. ‘કમિંગ ઓફ એજ’ ફિલ્મમાં વેદાંગ રૈના, મિહિર આહુજા, ડોટ અને યુવરાજ મેંડા જેવા નવા ચહેરા પણ રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ 2023માં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article