એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા નિર્મિત ‘થેન્ક યુ ફોર કમિંગ’નું (Thank You for Coming) ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ફેન્સ ફિલ્મ જોવા માટે એક્સાઈટેડ છે. હવે આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં થયું હતું, જ્યાં અનિલ કપૂર સાથે સ્ટારકાસ્ટે હાજરી આપી હતી. એકતા કપૂર અને રિયા કપૂરની ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’નું 48માં ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ગ્રાન્ડ પ્રીમિયર થયું હતું. આ ફિલ્મને ફેસ્ટિવલમાં જબરદસ્ત પ્રશંસા મળી અને દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે ફિલ્મનું સ્વાગત કર્યું. આ ફિલ્મ 6 ઓક્ટોબર 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ અને અનિલ કપૂર ફિલ્મ કોમ્યુનિકેશન નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત આ ફિલ્મ 15 સપ્ટેમ્બર, 2023ના રોજ રોય થોમસન હોલ ખાતે ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં તેના ગ્રાન્ડ ગાલા વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી હતી.
રિયા કપૂરના પતિ કરણ બુલાનીએ ‘થેન્ક યુ ફોર કમિંગ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી છે. બોલ્ડ કન્ટેન્ટ પર આધારિત આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર સાથે શહેનાઝ ગિલ, કુશા કપિલા, ડોલી સિંહ અને શિબાની બેદી, કરણ કુન્દ્રા અને અનિલ કપૂર જોવા મળશે.
ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલ, ડોલી સિંહ, કુશા કપિલા અને શિબાની બેદી સહિત નિર્માતા અનિલ કપૂર અને એકતા આર કપૂર અને નિર્દેશક કરણ બુલાની સહિતની સ્ટાર કાસ્ટને ફિલ્મ ફેસ્ટિવલમાં ઉત્સાહી પ્રેક્ષકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. નિર્માતાઓએ તેમની બોલ્ડ કન્ટેન્ટ સાથે કાયમી છાપ છોડી છે, જે દરેક સ્ત્રી માટે જોવા વાર્તા તરીકે પ્રશંસા કરવામાં આવી રહી છે.
(VC: Bhumi Pednekar Instagram)
‘થેન્ક યુ ફોર કમિંગ’ તેની અનોખી વાર્તા અને પ્રતિભાશાળી કલાકારો સાથે ભારતીય સિનેમામાં તાજગીભર્યો પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે. ફેન્સ અને ફિલ્મ પ્રેમીઓ આ ફિલ્મ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ અને અનિલ કપૂર ફિલ્મ કોમ્યુનિકેશન નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નિર્મિત કરણ બુલાની દ્વારા નિર્દેશિત અને રાધિકા આનંદ અને પ્રશસ્તિ સિંહ દ્વારા લખાયેલ, આ ફિલ્મ 6 ઓક્ટોબર, 2023ના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થશે.