તેજસ બોક્સ ઓફિસ ક્લેક્શન: ‘તેજસ’ની કમાણીમાં બીજા દિવસે થયો વધારો, ધીરે ધીરે આગળ વધી રહી છે કંગનાની ફિલ્મ

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ તેજસ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની રિલીઝનો આજે ત્રીજો દિવસ છે. પહેલા જ દિવસે કમાણીના મામલે ફિલ્મ તેજસે કંગના સહિતના મેકર્સેને નિરાશ કર્યા હતા. પરંતુ બીજા દિવસે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં પહેલા દિવસની સરખામણીએ થોડો ઉછાળો જોવા મળ્યો હતો.

તેજસ બોક્સ ઓફિસ ક્લેક્શન: તેજસની કમાણીમાં બીજા દિવસે થયો વધારો, ધીરે ધીરે આગળ વધી રહી છે કંગનાની ફિલ્મ
Tejas Box Office second day Collection
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Nov 03, 2023 | 5:42 PM

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત તેની ફિલ્મ તેજસને લઈને સતત લાઈમલાઈટ રહી છે. આ ફિલ્મના બિઝનેસ પર મેકર્સ અને ફેન્સની નજર છે. પરંતુ આશા મુજબ ફિલ્મ તેજસે પહેલા જ દિવસે ઘણી નિરાશ કરી હતી. કંગનાની આ ફિલ્મને દર્શકોએ પહેલા દિવસે બહુ રિસપોન્સ આપ્યો ન હતો. પરંતુ બીજા દિવસે તેજસની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો છે. ધીરે ધીરે કંગના રનૌતની ફિલ્મ ઝડપ પકડતી જોવા મળી રહી છે.

કંગના રનૌતે તેની ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન જોયા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે જ કંગનાએ લોકોને વિનંતી પણ કરી હતી કે દરેકને તેજસની સ્ટોરી ગમશે. તેથી તેઓ થિયેટરમાં જાઓ અને આ ફિલ્મ જરૂર જુઓ. કંગનાએ સાથે એમ પણ કહ્યું કે લોકડાઉન પછી લોકો દરેક ફિલ્મમાં ચાન્સ નથી આપી રહ્યા. અત્યાર સુધી લોકો તેમાંથી બહાર આવી શક્યા નથી.

અહીં જુઓ કંગનાનો વીડિયો

(વીડિયો ક્રેડીટ: કંગના રનૌત ઈન્સ્ટાગ્રામ) 

કંગનાનો વીડિયો સામે આવ્યા બાદ બીજા દિવસના બિઝનેસમાં પણ વધારો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ કંગના રનૌતની ફિલ્મે 1.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો આ આંકડાઓ ઓપનિંગ કલેક્શનના હિસાબે જોવામાં આવે તો બીજા દિવસે કલેક્શન વધુ સારું ગણવામાં આવે છે. પરંતુ રવિવારે ફિલ્મના આંકડાઓ પાસેથી ઘણી આશાઓ છે. શનિવારની સરખામણીમાં આ આંકડો હજુ પણ વધી શકે છે.

તેજસની રિલીઝનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધી કંગના રનૌતની ફિલ્મનું ટોટલ કલેક્શન 3 કરોડ સુધી પહોંચી ગયું છે. અન્ય ફિલ્મોની વાત કરીએ તો કંગનાની તેજસ ગણપત, ફુકરે 3 અને યારિયાં 2 કરતાં ઘણી પાછળ ચાલી રહી છે. 50 દિવસ પૂરા થયા પછી પણ શાહરૂખ ખાનની જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

આ પણ વાંચો: બિગ બોસ 17: સોનિયા બંસલ શોમાંથી થઈ બહાર, પોતાના લોકોએ જ આપ્યો દગો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:57 am, Sun, 29 October 23