ફરી એકવાર આવી રહ્યો છે ટાઈગર, Tiger 3 માં જોવા મળશે સલમાન-કેટરિનાની કેમેસ્ટ્રી

હાલમાં જ યશરાજ ફિલ્મ્સના ટ્વિટર હેન્ડલ પરથી સલમાન અને કેટરીનાની ફિલ્મ 'ટાઈગર 3'નો (Tiger 3) ટીઝર વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બંને સુપરસ્ટાર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે.

ફરી એકવાર આવી રહ્યો છે ટાઈગર, Tiger 3 માં જોવા મળશે સલમાન-કેટરિનાની કેમેસ્ટ્રી
Tiger-3
| Edited By: | Updated on: Aug 15, 2022 | 7:15 PM

સલમાન ખાન (Salman Khan) અને કેટરિના કૈફની (Katrina Kaif) મચ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નો (Tiger 3) ટીઝર વીડિયો સામે આવ્યો છે. સલમાન અને કેટરીનાના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો મુજબ 15 ઓગસ્ટે રિલીઝ થયેલું ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગયું છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ એક થા ટાઈગરના બાદ આ ત્રીજી સિક્વલ 10 વર્ષ બાદ રિલીઝ થવા જઈ રહી છે. તો જાણો કેવી છે સલમાન અને કેટરીનાની ફિલ્મની પહેલી ઝલક? ફિલ્મના ટીઝર વીડિયોની સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. થિયેટરોમાં આ ફિલ્મ આવતા વર્ષે 21 એપ્રિલ 2023ના રોજ ઈદ પર રિલીઝ થશે. ફિલ્મમાં ફરી એકવાર કેટરિના અને સલમાન એક્શન મોડમાં જોવા મળશે. જેને જોવા ફેન્સ આતુર છે.

સલમાનની આ ફિલ્મનો પહેલો પાર્ટ ‘એક થા ટાઈગર’નો વર્ષ 2012માં રિલીઝ થયો હતો. જેના પાંચ વર્ષ પછી વર્ષ 2017માં ‘ટાઈગર ઝિંદા હૈ’ રિલીઝ થઈ હતી, જે તેની બીજી સિક્વલ હતી. હવે 10 અને 5 વર્ષના ગાળા બાદ ત્રીજી સિક્વલે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

અહીં જુઓ ફિલ્મ ટાઈગર 3નું ટીઝર

એક્શન ઇમોશન અને રોમાંસથી ભરપૂર ફિલ્મ ટાઇગર 3 નું ટીઝર જોયા પછી દર્શકો પણ તેના દમદાર ટ્રેલરની રાહ જોશે. ખાસ વાત એ છે કે વર્ષ 2012માં જ ફિલ્મ એક થા ટાઈગરે પણ થિયેટરોમાં ધૂમ મચાવી હતી. સલમાનની આ ફિલ્મ દેશભક્તિનું ઉદાહરણ આપે છે. આવી પરિસ્થિતિમાં આ ખાસ અવસર પર ટીઝર વીડિયો રિલીઝ થવો એ એક મોટી વાત છે.

સલમાન ખાનની છેલ્લી બે ફિલ્મો રહી હતી ફ્લોપ

સલમાન ખાન અને કેટરિના કૈફની આ ફિલ્મ એક સાથે અનેક ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં દર્શકોની વચ્ચે ધૂમ મચાવશે. કેટરિના અને સલમાન સિવાય ત્રીજા પાર્ટમાં ઇમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સલમાન ખાનની પહેલા આવેલી બે ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે. આવી પરિસ્થિતિમાં દર્શકોને ટાઇગર 3 પાસેથી ઘણી આશાઓ છે.