સોની સબની ફેમસ સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) આ દિવસોમાં ખરાબ કારણોસર ચર્ચામાં છે. આ સીરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર શૈલેષ સોઢાએ થોડા સમય પહેલા જ શો છોડી દીધો હતો. શૈલેષ સોઢા પછી હવે રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry Bansiwal)એ પણ આ શોને અલવિદા કહી દીધું છે. જેનિફરે શોના નિર્માતા અસિત કુમાર મોદી પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે અસિત મોદી અને તેની પ્રોડક્શન ટીમના બે લોકો વિરુદ્ધ મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર ઘટના બાદ શોના નિર્માતા અસિત કુમાર મોદીનું નિવેદન સામે આવ્યું છે. અસિત મોદીએ કહ્યું કે, તે તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતી ન હતી. અમારે તેના વર્તન અંગે પ્રોડક્શન હેડને નિયમિતપણે ફરિયાદ કરવી પડતી હતી. તેણે છેલ્લા દિવસે સમગ્ર યુનિટની સામે અપમાનજનક વર્તન કર્યું હતું અને તેનું શૂટ પૂર્ણ કર્યા વગર સેટ છોડી દીધો હતો. જેનિફર મિસ્ત્રી વિશે હર્ષદ જોશી, રૂષિ દવે અને અરમાનની ડાયરેક્શન ટીમે જણાવ્યું હતુ કે, તે શોમાં આખી ટીમ સાથે ગેરવર્તણૂક કરતી હતી.
આ પણ વાંચો : Adah Sharma Birthday: અદા શર્માએ વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું, 15 વર્ષ પછી ‘The Kerala Story’એ બનાવી સ્ટાર
શૂટિંગમાંથી બહાર નીકળતી વખતે, તેણે તેના લોકોની કાળજી કર્યા વગર પોતાની ગાડીને ફુલ સ્પીડમાં ચલાવી બહાર નીકળી હતી. તેણે સેટની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. શૂટ દરમિયાન તેના ખરાબ વર્તન અને અનુશાસનહીનતાને કારણે તેની સાથેનો કરાર સમાપ્ત કરવો પડ્યો. આ ઘટના દરમિયાન અસિત મોદી યુએસએમાં હતા. તે હવે પાયાવિહોણા આરોપો લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ પાયાવિહોણા આરોપો સામે સંબંધિત અધિકારીઓ સમક્ષ અમારી ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. તેમ પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને જતીન બજાજે કહ્યું હતુ.
અસિત મોદીએ કહ્યું કે, “અમે કાયદેસરની કાર્યવાહી કરીશું કારણ કે તે મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે આ પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.”
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…