પાપારાઝી પર ગુસ્સે થઈ તાપસી પન્નુ, ટોણો મારતા કહ્યું ‘ધક્કો વાગી જશે’, જુઓ Video

|

Oct 08, 2023 | 5:03 PM

તાપસી પન્નુ (Taapsee Pannu) પાપારાઝી સાથે રસ્તાની વચ્ચે ઝઘડી પડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તાપસી પન્નુ પાપારાઝીથી ચિડાયેલી જોવા મળે છે. તાપસી પન્નુ શાહરૂખ ખાનની 'ડંકી'માં તેના પાત્રને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. હાલમાં જ શાહરૂખની ફિલ્મ 'ડંકી'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી.

પાપારાઝી પર ગુસ્સે થઈ તાપસી પન્નુ, ટોણો મારતા કહ્યું ધક્કો વાગી જશે, જુઓ Video
Taapsee Pannu
Image Credit source: Social Media

Follow us on

તાપસી પન્નુ (Taapsee Pannu) શનિવારે રાત્રે ડિનર માટે બહાર ગઈ હતી અને ઘરે પરત ફરતી વખતે તેની અને પાપારાઝી વચ્ચે ઝઘડો થયો હતો. તાપસી પન્નુને પાપારાઝી સાથે દલીલ કરતી જોઈને લોકો પણ રસ્તા પર એક્ટ્રેસની આજુબાજુ ઉભા રહી ગયા અને વીડિયો બનાવવા લાગ્યા. તાપસી પન્નુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ તાપસી પન્નુ અને પાપારાઝી પર ઘણી વખત ગુસ્સો કરતી જોવા મળી ચુકી છે. સોશિયલ મીડિયા પર દરરોજ આવા વીડિયો સામે આવતા રહે છે, જેમાં સ્ટાર્સ અને પાપારાઝી વચ્ચે ઝઘડો જોવા મળે છે.

તાપસી પન્નુનો પાપારાઝી સાથે ઝઘડો

આ વીડિયોમાં તાપસી પન્નુ વારંવાર પાપારાઝીને તેની કારથી દૂર જવાનું કહેતી જોવા મળે છે. એક પાપારાઝીએ આ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેમાં તાપસી તેની કારની અંદર જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ કેટલાક પાપારાઝીઓએ કારનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેના ફોટા અને વીડિયો લેવાનું શરૂ કર્યું હતું. બસ આ વાત પર એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે પરંતુ પોતાના ગુસ્સા પર કાબૂ રાખે છે અને પ્રેમથી પાપારાઝીને ત્યાંથી જવાનું કહે છે.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

અહીં જુઓ વીડિયો

(VC: Viralbhayani Instagram)

તાપસી પન્નુએ પાપારાઝીને શું કહ્યું

એક્ટ્રેસે વારંવાર પાપારાઝીને કારમાંથી દૂર જવાનું કહ્યું, પરંતુ તેઓ ફક્ત ફોટા અને વીડિયો લેવામાં બિઝી હતા. તાપસી પન્નુ પાપારાઝીની આ હરકતથી ચિડાઈ જાય છે. તે તેને વારંવાર કારને રસ્તો આપવા માટે કહેતી રહી. આ વીડિયોમાં તાપસી ટોણો મારતા કહે છે કે, ‘પ્લીઝ દૂર જાઓ, હું આરામથી કહી રહી છું, પ્લીઝ દૂર જાઓ, નહીં તો તમને ધક્કો વાગી જશે. પ્લીઝ દૂર જાઓ, દૂર જાઓ. જ્યારે તેણીને કાર સુધી પહોંચવા માટે જગ્યા મળે છે, ત્યારે તે પાપારાઝીનો આભાર માને છે. જેવી તે કારમાં બેસે છે, એક પાપારાઝી તેને કહે છે કે તાપસી જી, તમે ખૂબ જ સારાં છો.

તાપસી શાહરૂખ ખાન સાથે ડંકીમાં મચાવશે ધૂમ

તાપસી પન્નુના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘ધક ધક’ 13 ઓક્ટોબરે રિલીઝ થવા માટે તૈયાર છે. રોડ ટ્રીપ ફિલ્મમાં ફાતિમા સના શેખ, રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા અને સંજના સાંઘી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2022ની ‘બ્લર’ બાદ તેનું બીજું પ્રોડક્શન વેન્ચર છે, જે ZEE5 પર ઓનલાઈન રિલીઝ થઈ હતી. તાપસી પન્નુ ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ‘ડંકી’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. હાલમાં જ શાહરૂખની ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Tiger 3: સલમાન ખાન સ્ટારર ટાઈગર 3ના સેટ પરથી કેટરિના કૈફનો સીન લીક, જોરદાર એક્શન કરતી જોવા મળી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો