
Swara Bhaskar Marriage Video: બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વર્ષ 2023ની શરૂઆતમાં લગ્ન કરીને બધાને હેરાન કરી દીધા હતા. સ્વરાએ સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને હવે બંને રીતિ-રિવાજો મુજબ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે અને ઉત્સાહનો માહોલ પણ છે. પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સ્વરા ભાસ્કર ખૂબ ખુશ જોવા મળી રહી છે અને ઢોલની બિટ્સ પર ડાન્સ કરી રહી છે.
સ્વરા ભાસ્કરના શીર કોરમાના ડાયરેક્ટર ફરાજ આરિફ અંસારીએ ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો છે જે સ્વરાના ઘરનો છે. ચારેબાજુ આનંદનો માહોલ છે અને ઢોલ વગાડવામાં આવી રહ્યું છે. સ્વરા પણ ગ્રીન કલરના ડ્રેસમાં બેઠેલી જોવા મળે છે અને ઢોલની બિટ્સ નાચતી જોવા મળે છે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને દિલ્હીમાં આ કપલ રીત-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે.
And the celebrations begin for @ReallySwara & @FahadZirarAhmad shaadi! And the official wedding hashtag is #SwaadAnusaar ❤️✨😘 pic.twitter.com/HDvpxhse66
— Faraz Arif Ansari (@futterwackening) March 10, 2023
વીડિયો શેયર કરતી વખતે ફરાજ આરીફે કેપ્શનમાં લખ્યું છે કે @ReallySwara & @FahadZirarAhmadના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે અને #SwaadAnusaar તેનું ઓફિશિયલ વેડિંગ હેશટેગ છે. ફહદ પણ આ દરમિયાન ત્યાં છે અને તે તેના સાથીઓ સાથે એન્જોય કરી રહ્યો છે. ઘરમાં બે ઢોલવાળાં છે જેઓ સતત ઢોલ વગાડી રહ્યા છે. સ્વરાએ એક વીડિયો પણ શેયર કર્યો છે જેમાં તે એક ગેસ્ટ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : ઋતિક રોશન સાથે સબાને જોઈને યુઝર્સને આવી કંગના રનૌતની યાદ, જુઓ Viral Video
સ્વરા અને ફહદના લગ્નની વાત કરીએ તો આ કપલના લગ્નની શરૂઆત મહેંદી સેરેમની સાથે થશે. આ પછી સંગીત સેરેમની પણ થશે. સંગીત સેરેમની દરમિયાન કર્ણાટક સંગીત અને કવ્વાલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લગ્ન બાદ આ કપલ ખાસ મહેમાનો માટે દિલ્હીમાં વેડિંગ રિસેપ્શનની પણ તૈયારી કરી રહ્યું છે. આ માટે 16 માર્ચની ડેટ ફિક્સ કરવામાં આવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા ભાસ્કર કોમેડી-ડ્રામા ફિલ્મ જહાં ચાર યારમાં જોવા મળશે. આ સિવાય તે મિસિસ ફલાની ફિલ્મમાં પણ જોવા મળશે.