ટૂંક સમયમાં મોટા પડદા પર પરત ફરશે સુષ્મિતા સેન, બાયોપિકમાં જોવા મળશે

સુષ્મિતા સેન (Sushmita Sen) સાથે જોડાયેલી વધુ એક મોટી અપડેટ સામે આવી છે. સુષ્મિતા સેન ટૂંક સમયમાં બાયોપિકમાં જોવા મળશે.

ટૂંક સમયમાં મોટા પડદા પર પરત ફરશે સુષ્મિતા સેન, બાયોપિકમાં જોવા મળશે
Sushmita Sen
| Edited By: | Updated on: Sep 03, 2022 | 5:35 PM

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાના સુંદર દેખાવના કારણે ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય રહે છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન વેબ સીરિઝ આર્યામાં પોતાના પાત્રને લઈને ચર્ચામાં હતી. સુષ્મિતા સેન લાંબા સમય પછી વેબ સીરિઝ આર્યા (Aarya) સાથે સ્ક્રીન પર પરત ફરી છે. ભલે તે ઓટીટી શો હતો, પરંતુ સુષ્મિતાનું પરત ફરવું ફેન્સ માટે કોઈ સ્પેશિયલ ટ્રીટથી ઓછું ન હતું. સુષ્મિતા સેન સાથે જોડાયેલી વધુ એક મોટી અપડેટ સામે આવી છે. સુષ્મિતા સેન ટૂંક સમયમાં બાયોપિકમાં જોવા મળશે.

બાયોપિકમાં જોવા મળશે સુષ્મિતા સેન

સુષ્મિતા સેન વિશે જે અપડેટ સામે આવી રહ્યું છે તે મુજબ એક્ટ્રેસ એક બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. સીરિઝ આર્યા અને આર્યા 2 માં તેનું મજબૂત પાત્ર ભજવ્યા પછી સુષ્મિતા હવે એક નવા રોલમાં જોવા મળશે. ફેન્સ પણ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સુષ્મિતા સેન મોટા પડદા પર પરત ફરે તેની બધા રાહ જોઈ રહ્યા છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક્ટ્રેસ સુષ્મિતા સેનની બાયોપિકમાં કામ કરવાને લઈને એક ટ્વિટ કર્યું છે. તરણ આદર્શે ટ્વિટ કરીને લખ્યું- સુષ્મિતા સેન એક બાયોપિકમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે માનસી બાગ્ગા અને દીપક મુકુટ ફરી એકવાર સાથે કામ કરશે. આ પ્રોજેક્ટ પણ માનસી બગ્ગાનો સુબીસેમ્યુઅલના પ્રોડક્શન હાઉસ BungalownNo84 સાથેની પહેલી ભાગીદારી છે.

 

માનસી બગ્ગાએ પણ કરી પુષ્ટિ

આ પહેલા માનસી બાગ્ગાએ પણ એક મીડિયા ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી છે. માનસી બગ્ગાએ કહ્યું હતું – હું ફોરેન્સિક પછી એક મોટી જાહેરાત કરવા માંગતી હતી. આ એકદમ સાચો સમય છે. આ મારા માટે પોતાને જ જન્મદિવસની ગિફ્ટ છે. ફોરેન્સિકની ચર્ચા હજુ સુધી છે, જેને ફેન્સ દ્વારા ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે હું બીજી વાત કહેવા માટે તૈયાર છું કે આ ફિલ્મ માટે સુષ્મિતા સેનથી બેસ્ટ કોઈ ઓપ્સન નથી.

આ નવી જાહેરાતને લઈને દરેક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે સુષ્મિતા સેન કોની બાયોપિકમાં કામ કરશે અને તેનો રોલ શું હશે. પરંતુ ફેન્સ મોટા પડદા પર તેની વાપસીથી ખુશ જોવા મળી રહ્યા છે.