સુષ્મિતા સેને ‘મિસ યુનિવર્સ’ની યાદોને તાજી કરતાં ફેન્સને જણાવી આ આશ્ચર્યજનક વાત..

|

Mar 09, 2022 | 10:24 PM

સુષ્મિતા સેન વર્ષ 1994માં 'મિસ યુનિવર્સ' બની હતી. ત્યારથી લઈને આજે 28 વર્ષ બાદ પણ તેણી સતત સમાચારોમાં ચમકતી રહે છે. પછી ચાહે વાત તેના એક્સ પાર્ટનર રોહમન શાલ અંગે હોય કે તેની દતક પુત્રીઓ વિશે હોય.. સમાચારોમાં સુષ્મિતા સેનનું નામ હંમેશા જોવા મળતું હોય છે.

સુષ્મિતા સેને મિસ યુનિવર્સની યાદોને તાજી કરતાં ફેન્સને જણાવી આ આશ્ચર્યજનક વાત..
Sushmita Sen 'Miss Universe' (File Photo)

Follow us on

‘મિસ યુનિવર્સ’ (Miss Universe) સુષ્મિતા સેન (Sushmita Sen) હંમેશા લાઈમલાઈટમાં બની રહે છે. તે તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે ઘણા થ્રોબેક વીડિયોઝ અને ફોટોઝ પણ શેયર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ ‘મિસ યુનિવર્સ’ બનવાની પળો ફરીથી તાજી કરી છે. તેણીએ તેના ફેન્સ સાથે આ આશ્ચર્યજનક વાત શેયર કરી છે.

સુષ્મિતા સેન કહે છે કે તેણી હિન્દી માધ્યમની શાળામાં હતી. જ્યારે તેણીને ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેને ‘અંગ્રેજી આવડતું ન હતું’. અભિનેત્રી સુષ્મિતા સેને આજથી લગભગ 28 વર્ષ પહેલા ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધા જીતી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અભિનેત્રી સુષ્મિતા સેને વર્ષ 1994માં મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધા જીતનારી તેણી પ્રથમ ભારતીય હતી. ત્યારબાદ યુક્તા મુખી, લારા દત્તા, અને તાજેતરમાં, હરનાઝ સંધુએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે. સુષ્મિતાએ કહ્યું કે આ સમારંભ દરમિયાન તેણીને પૂછવામાં આવેલા અંતિમ પ્રશ્નને તેણી સંપૂર્ણપણે સમજી શકી ન હતી. કારણકે તેણી હિન્દી માધ્યમની વિદ્યાર્થીની હતી અને તેને ઈંગ્લિશ ભાષા સંપૂર્ણપણે આવડતી ન હતી.

 

 

 

આ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં અભિનેત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે “તમારા માટે સ્ત્રી હોવાનો સાર શું છે?” ત્યારે તેણીએ જવાબ આપ્યો હતો કે “એક સ્ત્રી હોવું એ ભગવાનની ભેટ છે જેની આપણે બધાએ પ્રશંસા કરવી જોઈએ. બાળકનું મૂળ માતા છે, જે એક સ્ત્રી છે. તે એક માણસને બતાવે છે કે કાળજી, વહેંચણી અને પ્રેમ શું છે. તે એક સ્ત્રી હોવાનો સાર છે.”

અભિનેત્રીએ તાજેતરમાં આ અંગે જણાવ્યું હતું કે, “ હું એક હિન્દી માધ્યમની શાળામાંથી આવેલી છોકરી છું. માટે મને તેમના દ્વારા ઈંગ્લીશમાં પૂછવામાં આવેલા સવાલને સમજતા ઘણી વાર લાગી હતી. પરંતુ મેં ભગવાનને યાદ કર્યા અને તેઓએ મને મારા સાચા હ્ર્દયથી જવાબ આપવાની પ્રેરણા આપી. હું આજે પણ એ પ્રશ્નનો જવાબ બદલવા માંગીશ નહીં, કારણકે એ મારા ભગવાનની પ્રેરણાથી મેં આપેલો જવાબ હતો. એક પુરુષના સર્જનમાં આખરે એક સ્ત્રી જ હોય છે, માટે સ્ત્રી હંમેશાથી મહાન જ રહી છે. હું એક સ્ત્રી તરીકે ભગવાનનો હંમેશા આભાર વ્યક્ત કરવાનું પસંદ કરીશ.”

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અભિનેત્રી તેના લાંબા સમયના પાર્ટનર રોહમન શાલથી અલગ થઈ હતી. જેના લીધે તેણી સતત ચર્ચામાં છે. સુષ્મિતા સેન અપરિણીત છે અને તેણી બે દીકરીઓની માતા પણ છે. સુષ્મિતા સેને વર્ષ 2000માં પહેલી દીકરી રીની સેન અને વર્ષ 2010માં બીજી દીકરી અલીશાહને દતક લીધી હતી.

આ પણ વાંચો – સુષ્મિતા સેનના ભાઈ રાજીવથી ફરી અલગ થઈ અભિનેત્રી ચારુ અસોપા, જાણો શું છે કારણ ?

Next Article