Sushant Singh Rajput 3rd Death Anniversary: ‘’તે ક્યાંય ગયો નથી, તે આપણી અંદર જીવંત છે… હું તેને રોજેરોજ અનુભવું છું’… સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 3 વર્ષ પછી પણ તેની બહેન શ્વેતા માની શકતી નથી કે તેનો ભાઈ હવે આ દુનિયામાં જીવતો નથી. સુશાંતના લાખો ચાહકો હજુ પણ તેના મૃત્યુ પર વિશ્વાસ નથી કરી શકતા. સુશાંત સિંહ એક મહાન અભિનેતા અને એક હીરો હતો. આજે હજારો ચાહકો સુશાંત સિંહને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે.
સુશાંતના મૃત્યુ પછી, તેની બહેન શ્વેતાએ તેના ભાઈને ન્યાય મેળવવા અને તેના મૃત્યુનું સત્ય બધાની સામે લાવવા માટે લડત આપી. આજે, સુશાંત સિંહ રાજપૂતની ત્રીજી પુણ્યતિથિ પર બહેન શ્વેતાએ ફરી એકવાર તેના ભાઈને યાદ કર્યો અને એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી.
શ્વેતા સિંહે પોતાના બાળકોની સાથે સુંશાતનો એક ફોટો પોતાનો ઈન્સ્ટાસ્ટોરી પર શેર કર્યો છે. તેમજ એક વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો : Barsaat Ki Dhun Song Lyrics : જુબીન નૌટીયાલ દ્વારા ગાવામાં આવેલુ બરસાત કી ધૂનના શબ્દો ગુજરાતીમાં વાંચો
સુશાંત સિંહ રાજપુતની ગર્લફેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તીએ પણ તેમને યાદ કરતો એક વીડિયો શેર કર્યો છે. આ શેર કરેલા વીડિયોના ગીતનો અર્થ થાય છે કાશ તુમ યહા હોતે… આ વીડિયોમાં સુશાંત અને રિયા બંન્ને ખુશ જોવા મળી રહ્યા છે. બંન્ને એક પહાડ પર બેઠા પોઝ આપી રહ્યા છે.
રિયાની આ પોસ્ટ પર કેટલાક ચાહકો ભાવુક થઈ રહ્યા છે તો કેટલાક ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. તેમજ કેટલાક નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. સુશાંતના કેટલાક ચાહકો આજે પણ તેના મૃત્યુની સચ્ચાઈ સામે આવે તેની લડાઈ લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપુતના નિધનને 3 વર્ષ થઈ ચૂક્યા છે. પરંતુ તેના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.