સુપરસ્ટાર રજનીકાંત બન્યા તામિલનાડુના સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી, ઐશ્વર્યાએ પિતા તરફથી એવોર્ડ લીધો

રજનીકાંત (RajniKanth)નું આવકવેરા વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. તેમને તમિલનાડુમાં સૌથી વધુ અને ઝડપી કરદાતા તરીકે ઓળખવામાં આવી છે. પિતાની ગેરહાજરીમાં તેમની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતને આ સન્માન મળ્યું છે.

સુપરસ્ટાર રજનીકાંત બન્યા તામિલનાડુના સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી, ઐશ્વર્યાએ પિતા તરફથી એવોર્ડ લીધો
સુપરસ્ટાર રજનીકાંત બન્યા તામિલનાડુના સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 25, 2022 | 5:24 PM

RajniKanth : અક્ષય કુમાર સાથે જોડાયેલી જાણકારી સામને આવી છે કે, તે બોલિવુડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બની ગયો છે પરંતુ આ પહેલી વાર થયું નથી. તેંમણે આવકવેરા વિભાગે એક સમ્માનપત્ર પણ આપ્યું હતુ. હવે સાઉથના સુપર સ્ટાર રજનીકાંત (RajniKanth)ને પણ સન્માન મળ્યું છે, રજનીકાંત (Actor Rajnikanth)પણ તમિલનાડુના સૌથી વધુ ટેકસ ચૂકવનાર સેલિબ્રિટી બની ગયા છે અને તેમને આ સન્માન પત્ર આપવામાં આવ્યું છે, આ સન્માન તેમની પુત્રી ઐશ્વર્યાએ મેળવ્યું હતું.

પિતાની જગ્યા પર રજનીકાંતની પુત્રીએ સન્માન લીધું

રજનીકાંતની પુત્રી એશ્વર્યા રજનીકાંતને એક કાર્યક્રમમાં તેંલગણાની રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને આ એવોર્ડ મેળવ્યો છે. રજનીકાંત કેટલાક વર્ષોથી તમિલનાડુના સૌથી વધુ ટેક્સ ચુકવનાર અભિનેતા છે. 24 જુલાઈ 2022ના રોજ અક્ષય કુમારને પણ સરકાર તરફથી સૌથી વધુ ટેક્સ ચુકવાનો એવોર્ડ મળ્યો છે. તેમણે આ પ્રમાણ પત્ર આવકવેરા વિભાગે આપ્યો છે.

 

 

24 જુલાઈના રોજ આવકવેરા દિવસ

તમને જણાવી દઈએ કે, 24 જુલાઈના રોજ ચેન્નઈમાં આવકવેરા દિવસ મનાવવામાં આવ્યો છે. તેલંગણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને આ કાર્યક્રમમાં તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જલ્દી ટેકસ ચુકવનાર કરદાતાઓને પુરસ્કાર આપવામાં આવ્યો છે . આ સમારોહ દરમિયાન રજનીકાંતને તમિલનાડુમાં જલ્દી ટેકસ ચુકવવા માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

એશ્વર્યાએ કહ્યું મને પિતા પર ગર્વ

આ ફોટોને તેના ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતા એશ્વર્યા રજનીકાંતે કેપ્શનમાં લખ્યું કે. એક સૌથી વધુ અને જલ્દી ટેક્સ ચુકવનાર પુત્રી હોવા પર મને ગર્વ છે. અપ્પાને સન્માનિત કરવા માટે તમિલનાડુ અને પોડુંચેરીના #incometax વિભાગને ખુબ ધન્યવાદ

જેલરમાં જોવા મળશે સુપરસ્ટાર રજનીકાંત

સાઉથ ફિલ્મની વાત કરીએ તો સુપરસ્ટાર રજનીકાંતે ડાયરેક્ટર સિરુથાઈ શિવાની ફિલ્મ અન્નાથેમાં જોવા મળ્યો હતો. રજનીકાંત હવે ડાયરેક્ટર નેલ્સન દિલીપકુમારની અપકમિંગ ફિલ્મ જેલરમાં જોવા મળશે. આ ફિલ્મ સાથે જોડાયેલી જાણકારી સામે આવી રહી છે કે, આ ફિલ્મ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આવશે. જેનું શૂટિંગ હૈદરાબાદમાં કરવામાં આવશે. આ ફિલ્મને સન પિકચર્સ મોટા બજેટમાં આ ફિલ્મના પ્રોડક્શનને કંટ્રોલ કરશે. આ ફિલ્મને અનિરુદ્ધ રવિચંદરે મ્યુઝિક આપ્યું છે,