Hera Pheri 3 First photo : બાબુરાવ, રાજુ અને શ્યામ ફરી એક સાથે, ફિલ્મના શૂટિંગ દરમિયાનનો ફોટો થયો Viral

Hera Pheri 3: વાયરલ થઈ રહેલા ફોટોમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ અને સ્ટાફ જોવા મળી રહ્યો છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ફિલ્મ ‘હેરા ફેરી 3’નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ‘હેરા ફેરી 3’ના શૂટિંગના સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે

Hera Pheri 3 First photo : બાબુરાવ, રાજુ અને શ્યામ ફરી એક સાથે, ફિલ્મના શૂટિંગ દરમિયાનનો ફોટો થયો Viral
Hera Pheri 3 First photo
| Edited By: | Updated on: Feb 23, 2023 | 6:33 AM

બોલિવૂડ ફિલ્મોનો ચાહકો માટે ફરી એકવાર ખુશીના સમાચાર સામે આવ્યા છે. હેરા ફેરી અને હેરા ફેરી 2ની સફળતા બાદ હવે થિયેટરોમાં હેરા ફેરી 3 પણ જોવા મળશે. છેલ્લા 1 વર્ષથી આ ફિલ્મને લઈને ભારે ચર્ચા થઈ રહી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટ અંગેના વિવાદ બાદ ચાહકો માટે સારા સમાચાર એ આવ્યા કે ફિલ્મનું શૂટિંગ હાલમાં શરુ થઈ ગયું. આ બધા વચ્ચે ફિલ્મના સેટ પરથી સ્ટારકાસ્ટનો પ્રથમ ફોટો સામે આવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા ફોટોમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ અને સ્ટાફ જોવા મળી રહ્યો છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ફિલ્મ ‘હેરા ફેરી 3’નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ‘હેરા ફેરી 3’ના શૂટિંગના સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે. ફિલ્મ ‘હેરા ફેરી’, ‘હેરા ફેરી 2’ સાથે જોડાયેલા ઘણા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે આ વખતે આ ફિલ્મ અનીશ બઝમી નહીં પરંતુ ફરહાદ સામજી કરી રહ્યા છે.

 


શરૂઆતમાં અક્ષય કુમારે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. અક્ષયને ફિલ્મ હેરા ફેરી 3ની સ્ક્રિપ્ટ ખાસ પસંદ ન આવી. હેરા ફેરી 3માં અક્ષયની જગ્યાએ કાર્તિક આર્યનને લેવામાં આવ્યો હોવાના અહેવાલો પણસામે આવ્યા હતા. હવે ચાહકો માટે સારા સમાચાર છે કારણ કે ફિલ્મમાં ફરી એકવાર એ જ જૂની સ્ટાર કાસ્ટ જોવા મળશે. ફેન્સની વિનંતી અને સુનીલના પ્રયાસ બાદ અક્ષય કુમાર ફિલ્મ ‘હેરા ફેરી 3’ માટે સંમત થયા છે. જો કે અક્ષયની ડિમાન્ડ બાદ ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

સુપરહિટ રહી છે હેરા ફેરી સિરીઝ

ફિલ્મની કમાણીની વાત કરીએ તો હેરા ફેરી અને હેરા ફેરી 2 બંને સુપરહિટ સાબિત થયા હતા. આજે પણ લોકો આ ફિલ્મોના ડાયલોગને દિલથી યાદ કરે છે. ફિલ્મ હેરાફેરી વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હેરાફેરીએ બોક્સ ઓફિસ પર 18 કરોડની કમાણી કરી હતી.

વર્ષ 2006માં હેરા ફેરીની સિક્વલ ‘ફિર હેરા ફેરી’ આવી અને આ ફિલ્મે ઘણી સફળતા મેળવી હતી. હેરા ફેરી-2, વર્ષ 2006ની સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મે 69 કરોડની કમાણી કરી હતી. હેરા ફેરી 2નું નિર્દેશન નીરજ વોરાએ કર્યું હતું.