Karan Deol Pre-Wedding Party: સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નની તૈયારીઓ શરૂ, પ્રી-વેડિંગ પાર્ટીના વીડિયો આવ્યા સામે

|

Jun 13, 2023 | 10:23 AM

Karan Deol Pre-Wedding Party : સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અભિનેતાના ઘરે પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કેટલાક વીડિયો સામે આવ્યા છે.

Karan Deol Pre-Wedding Party: સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નની તૈયારીઓ શરૂ, પ્રી-વેડિંગ પાર્ટીના વીડિયો આવ્યા સામે
Karan Deol Pre-Wedding Party

Follow us on

Karan Deol Pre-Wedding Party : સની દેઓલનો પુત્ર કરણ દેઓલ (Karan Deol) છેલ્લા કેટલાક સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. કરણે થોડા સમય પહેલા તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે સગાઈ કરી હતી અને હવે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : Karan Deol Marriage : સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્ન ક્યારે અને ક્યાં થશે? રિસેપ્શનની તારીખ પણ જાહેર

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

સની દેઓલના ઘરે આજે એટલે કે સોમવારે પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચા બની રહ્યા છે. સામે આવેલા વીડિયોમાં સની દેઓલ, બોબી દેઓલ અને અભય દેઓલ એકસાથે જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સની, બોબી અને અભય ડેશિંગ દેખાઈ રહ્યા છે. ત્રણેય કેઝ્યુઅલ લુકમાં જોવા મળે છે અને પાપારાઝીની સામે પોઝ આપતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાર્ટીમાં પરિવારના સભ્યોની સાથે નજીકના મિત્રો અને સંબંધીઓએ પણ હાજરી આપી હતી.

બહારથી સુશોભિત દેખાયું ઘર

ઘરની બહારથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘર સજાવેલું જોવા મળી રહ્યું છે. ઘરની બહાર લાઈટ લાગેલી છે. કેટલાક લોકો ઘરની અંદર સામાન લઈને જતા પણ જોવા મળે છે. આ વીડિયો જોઈને લાગે છે કે કરણના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સની દેઓલ, બોબી દેઓલ અને અભય પ્રી-વેડિંગ પાર્ટીમાં જોવા મળ્યા હતા. જો કે કરણની ઝલક હજુ સુધી જોવા મળી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની ભાવિ પત્ની દ્રિશા સાથે પાપારાઝીની સામે આવી શકે છે.

16 જૂનથી લગ્નની વિધિઓ શરૂ

લગ્ન વિશે હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી નથી, પરંતુ જો સૂત્રોનું માનીએ તો, કરણ ટૂંક સમય વરરાજો બની જશે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 18 જૂને લગ્ન કરી શકે છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલા 16 જૂનથી લગ્નની વિધિઓ શરૂ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:59 am, Tue, 13 June 23

Next Article