વર્ષોના વિવાદ પછી સાથે જોવા મળ્યા સની દેઓલ-શાહરુખ, Gadar 2ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા કિંગ ખાન, જુઓ Video

ગદર 2 ટૂંક સમયમાં 500 કરોડની ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. સની દેઓલની (Sunny Deol) ફિલ્મની સક્સેસ પાર્ટીમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) પહોંચ્યો હતો. તેની સાથે તેની પત્ની ગૌરી ખાન પણ સામેલ થઈ. બંનેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. સની અને શાહરૂખનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. પાર્ટીમાંથી સામે આવેલા એક વીડિયોમાં શાહરૂખ અને સની એકસાથે જોવા મળે છે. બંને એકબીજાના ખભા પર હાથ રાખીને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

વર્ષોના વિવાદ પછી સાથે જોવા મળ્યા સની દેઓલ-શાહરુખ, Gadar 2ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા કિંગ ખાન, જુઓ Video
Sunny Deol - Shah Rukh Khan
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Sep 03, 2023 | 8:31 PM

ગદર 2ની (Gadar 2) સક્સેસ એન્જોય કરી રહેલો બોલિવુડ એક્ટર સની દેઓલે (Sunny Deol) શનિવારે રાત્રે મુંબઈમાં ફિલ્મની સફળતા પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સની દેઓલના પિતા ધર્મેન્દ્ર, ભાઈ બોબી દેઓલ સહિત ઘણા મોટા બોલિવુડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) પણ તેની પત્ની ગૌરી ખાન સાથે પહોંચ્યો હતો. શાહરૂખ અને ગૌરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એક વીડિયોમાં શાહરૂખ ખાન પોતાની કારમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. તેની સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી રહી છે. શાહરૂખ ખાન ગૌરીની કારમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યો છે. વીડિયોમાં જ્યારે ગૌરી ખાન આવે છે, ત્યારે કિંગ ખાન તેની સાથે પાર્ટીની અંદર જાય છે. લુકની વાત કરીએ તો શાહરૂખ બ્લેક કાર્ગો જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળે છે. તેને ટી-શર્ટ ઉપર ડેનિમ જેકેટ કૈરી કર્યું હતું. ગૌરી પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે અને તેણે જેકેટ પણ લેયરિંગ કર્યું છે.

(VC : Viral Bhayani Instagram)

(VC : slayer_vibes.01 Instagram)

ગૌરીનો હાથ પકડેલો જોવા મળ્યો શાહરૂખ

બંનેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ગૌરીનો હાથ પકડીને પાર્ટીમાં એન્ટર થતો જોવા મળી રહ્યો છે. આ સુંદર કપલ યુઝર્સનું દિલ જીતી રહ્યું છે. લોકો વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સની દેઓલની પાર્ટીમાં શાહરૂખ અને ગૌરીનું આવવું એટલા માટે પણ ખાસ છે કારણ કે કહેવાય છે કે ફિલ્મ ડર બાદ સની અને એસઆરકે વચ્ચે અણબનાવ થયો હતો. એવું કહેવાય છે કે બંનેએ વર્ષો સુધી એકબીજા સાથે વાત કરી ન હતી. પરંતુ હવે બંને વચ્ચે બધુ બરાબર છે. પાર્ટીમાંથી સામે આવેલા એક વીડિયોમાં શાહરૂખ અને સની એકસાથે જોવા મળે છે. બંને એકબીજાના ખભા પર હાથ રાખીને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Samantha-Vijay Viral Video : સામંથા સાથે બેડરૂમમાં ઈન્ટિમેટ થયો વિજય દેવરકોંડા, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

થોડા સમય પહેલા સની દેઓલે કહ્યું હતું કે શાહરૂખ ખાને તેને ફોન કરીને ગદર 2 માટે અભિનંદન પાઠવ્યા હતા. તેને એમ પણ કહ્યું કે હવે બંને વચ્ચે બધું બરાબર છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ટ્વિટર પર ASK સેશનમાં શાહરૂખે એમ પણ કહ્યું હતું કે તેણે ગદર 2 જોઈ છે અને તેને પસંદ આવી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો