આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul) લાંબા સમયથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. બંનેના લગ્નને લઈને પણ સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ અફવાઓ ઉડતી રહે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આથિયા અને કેએલ રાહુલ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં લગ્ન કરવાનું મન બનાવી શકે છે. આ લગ્નની ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટી (Suniel Shetty) અને આથિયાના પિતાએ પુત્રીના લગ્ન વિશે ખુલાસો કર્યો છે. પિંકવિલાના રિપોર્ટ મુજબ હાલના જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે આથિયા આ વર્ષે 2022ના શિયાળામાં તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે. તમને જણાવી દઈએ કે બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
સુનીલ શેટ્ટીએ લગ્ન વિશે કહ્યું હતું કે “અત્યારે પિતા ઈચ્છે છે કે છોકરી હોય તો લગ્ન કરી લે, પરંતુ એકવાર રાહુલને બ્રેક મળે તો બાળકો ડિસાઈડ કરે?” કેએલ રાહુલના વ્યસ્ત શેડ્યૂલ પર વધુ વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે “જો તમે કેલેન્ડર જોશો તો તમે ડરી જશો. એક એક બે બે દિવસનો ગેપ છે, અને લગ્ન બે દિવસમાં નથી થતા. તો બસ એટલું જ છે કે જ્યારે સમય આવશે ત્યારે પ્લાનિંગ જરૂર થશે.
આગળ સુનીલ શેટ્ટીએ કહ્યું કે મને લાગે છે કે આ નિર્ણય બાળકોનો હોવો જોઈએ, જ્યારે તેમને સમય મળશે તો આગળનું પ્લાનિંગ કરવામાં આવશે. અત્યારે રાહુલનું શિડ્યુલ બિઝી છે. અત્યારે એશિયા કપ, વર્લ્ડ કપ, સાઉથ આફ્રિકા ટૂર, ઓસ્ટ્રેલિયા ટૂર, જ્યારે બાળકોને બ્રેક મળે ત્યારે લગ્ન. આ સ્ટેટમેન્ટ સાથે સુનીલ શેટ્ટીએ સ્પષ્ટ કર્યું કે આથિયા અને કેએલ રાહુલ લગ્ન કરશે. પરંતુ, આ કપલ ક્યારે લગ્ન કરશે તે વિશે હાલમાં કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. બંનેએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેમના સંબંધોને ઓફિશિયલ જાહેર કર્યા હતા. હવે ફેન્સ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જેના વિશે હાલ કંઈ નક્કી નથી. પરંતુ બંને આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે, આ વાતનો ખુલાસો અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ કર્યો છે.