Sunidhi Chauhan Birthday Special : સુનિધિ ચૌહાણના જન્મદિવસ પર તેના ટોપના 10 યાદગાર ગીતો સાંભળો…

Sunidhi Chauhan Birthday Sepcial : 'બર્થ ડે ગર્લ' સુનિધિ ચૌહાણે દિલ હૈ હિન્દુસ્તાની સીઝન 2, ધ વોઈસ, ઈન્ડિયન આઈડોલ 5 અને 6 જેવા ટીવીના ઘણા સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે પણ કામ કર્યું છે.

Sunidhi Chauhan Birthday Special : સુનિધિ ચૌહાણના જન્મદિવસ પર તેના ટોપના 10 યાદગાર ગીતો સાંભળો...
sunidhi chauhan
| Edited By: | Updated on: Aug 14, 2022 | 8:21 AM

દેશની પ્રતિભાશાળી અને સુંદર ગાયિકા સુનિધિ ચૌહાણ (Sunidhi Chauhan) આજે 34 વર્ષની થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, 13 વર્ષની ઉંમરે સુનિધિએ પ્રોફેશનલી ગાવાનું શરૂ કર્યું હતું. સુનિધિએ 1996માં આવેલી ફિલ્મ શાસ્ત્રથી બોલિવૂડમાં (Bollywood News) પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે, તેણે 1999માં ફિલ્મ ‘મસ્ત’ માટે ગાયેલું ગીત ‘રુકી રુકી સી ઝિંદગી’ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ હતો. 2000 ના દાયકામાં બોલિવૂડ સંગીતમાં મોટો ફેરફાર જોવા મળ્યો, જેમાં સંગીતમાં ડાન્સ નંબર વધુ લોકપ્રિય બન્યા. આ બદલાવ સુનિધિ માટે સારો હતો. કારણ કે વુમન સિંગરમાં સુનિધિ ચૌહાણ એકમાત્ર એવી ગાયિકા હતી જે આવા ગીતો આકર્ષક રીતે રજૂ કરી શકતી હતી.

રોમેન્ટિક ટ્રેક થી લઈને ચાર્ટબસ્ટર સુધી, સુનિધિએ તેની કારકિર્દીમાં બહુવિધ ભાષાઓમાં 3000થી વધુ ગીતો ગાયા છે. સુનિધિ ચૌહાણ માત્ર એક પ્લેબેક સિંગર હોવાની સાથે સાથે શાનદાર પરફોર્મર પણ છે. દેશ-વિદેશમાં તેના શો હાઉસફુલ છે. તો ચાલો એક નજર કરીએ આજની ‘બર્થ ડે ગર્લ’ અને પ્રસિદ્ધ ગાયિકા સુનિધિ ચૌહાણના ટોપ 10 યાદગાર ગીતો, જેને સાંભળવા પ્રેક્ષકોને હંમેશા ગમશે.

કમલી

ફિલ્મ ધૂમ 3નું કેટરીના કૈફ પર ફિલ્માવાયેલું પ્રખ્યાત ગીત સુનિધિ ચૌહાણે ગાયું હતું.

‘કમલી’નો મ્યુઝિક વીડિયો અહીં જુઓ…

શીલા કી જવાની

સુનિધિ ચૌહાણે ગાયેલું શીલા કી જવાની પણ કેટરીના કૈફ પર ફિલ્માવવામાં આવી છે. જો કે અક્ષય કુમારની તીસમાર ખાસ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી, પરંતુ આ ગીત આજે પણ ઈવેન્ટ્સમાં વાગતું જોવા મળે છે.

શીલા કી જવાનીનો વિડિયો અહીં જુઓ….

પ્યાર કી એક કહાની સુનો

હનીમૂન એક્સપ્રેસ ફિલ્મનું આ ગીત અભય દેઓલ અને મિનિષા લાંબા પર ફિલ્માવવામાં આવ્યું છે.

અહીં વીડિયો જુઓ…

‘ભાગે રે મન’

અહીં વીડિયો જુઓ….

મસખરી

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મનું આ ગીત આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે.

અહીં વીડિયો જુઓ…

આપકા ક્યા હોગા જનાબે અલી

અહીં વીડિયો જુઓ….

લે ડૂબા

ગીતનો વીડિયો અહીં જુઓ…

હલ્કા હલ્કા

ગીતનો વીડિયો અહીં જુઓ….

ધ ડિસ્કો સોન્ગ (સ્ટુડન્ટ ઓફ ધ યર)

અહીં વીડિયો જુઓ…

અન્જીન કી સિટી

અહીં વીડિયો જુઓ……

Published On - 8:20 am, Sun, 14 August 22