હિટ બની રાજામૌલીની RRR, જાણો કોણે આપ્યો હિન્દીમાં રામ ચરણ અને જુનિયર NTRને અવાજ

|

Mar 28, 2022 | 9:35 AM

RRR ફિલ્મના હિન્દી વર્ઝનને પણ ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ચાહકો એ પણ જાણવા માંગે છે કે હિન્દીમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરના પાત્રોને કોણે અવાજ આપ્યો છે.

હિટ બની રાજામૌલીની RRR, જાણો કોણે આપ્યો હિન્દીમાં રામ ચરણ અને જુનિયર NTRને અવાજ
Junior NTR And Ram Charan

Follow us on

ડાયરેક્ટર એસએસ રાજામૌલીની (SS Rajamouli) ફિલ્મ RRRના ચાહકો લાંબા સમયથી રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં 25 માર્ચે ચાહકોની રાહનો અંત આવ્યો. ફિલ્મે પહેલાં દિવસે જ વિશ્વભરમાં 223 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રામ ચરણ (Ram charan), અજય દેવગન (Ajay Devgan), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને જુનિયર NTR સ્ટારર ફિલ્મ RRR આવનારા દિવસોમાં ઘણા રેકોર્ડ બનાવી શકે છે. જ્યાં ફિલ્મનું સાઉથ વર્ઝન દર્શકોને પસંદ આવી રહ્યું છે, ત્યારે ફિલ્મના હિન્દી વર્ઝનને પણ ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. દરમિયાન, ચાહકો એ પણ જાણવા માંગે છે કે હિન્દીમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરના પાત્રોને કોણે અવાજ આપ્યો છે.

RRRનો ડબિંગ કલાકાર કોણ?

થોડા સમય પહેલા અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રીલિઝ થઈ હતી અને દર્શકોને પણ તે ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મના હિન્દી ડબિંગમાં અલ્લુ અર્જુનનું પાત્ર અભિનેતા શ્રેયસ તલપડે દ્વારા ડબ કરવામાં આવ્યું હતું. જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. પ્રભાસની ફિલ્મને તે પહેલા ‘બાહુબલી’માં શરદ કેલકરએ ડબ કર્યું હતું. સાઉથની આ બંને ફિલ્મોને દર્શકોએ પસંદ કરી હતી. જેના પછી હવે ચાહકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે RRRનો ડબિંગ કલાકાર કોણ છે?

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

જુનિયર એનટીઆરની પ્રથમ ભાષા છે હિન્દી

વાસ્તવમાં, જુનિયર એનટીઆર અને રામ ચરણે પોતે આરઆરઆરમાં હિન્દીમાં ડબ કર્યું છે. વાતચીત દરમિયાન, આલિયાએ કહ્યું હતું કે, રામ અને જુનિયર એનટીઆરને હિન્દીમાં સાંભળવું એ દર્શકો માટે એક જાદુઈ અનુભવ હશે અને ચાહકો તેને ખરેખર પ્રેમ કરી રહ્યા છે. જુનિયર એનટીઆરએ વાતચીતમાં કહ્યું, ‘હૈદરાબાદમાં હિન્દી પણ ઘણું બોલાય છે, જ્યારે શાળા દરમિયાન મારી પ્રથમ ભાષા હિન્દી હતી. કારણ કે મારી માતા ઇચ્છતી હતી કે હું હિન્દી શીખું. તે જ સમયે, મારા ઘણા મિત્રો પણ મુંબઈના છે. જેમની સાથે માત્ર હિન્દીમાં જ વાત કરે છે.

RRRનું IMDB રેટિંગ

રાજામૌલીની ફિલ્મ IMDB પર પણ જોવા મળી રહી છે. ફિલ્મને 9.1 IMDb રેટિંગ મળ્યું છે. આ રેટિંગ લગભગ 14 હજાર લોકોની સમીક્ષાઓ પર આધારિત છે (સમાચાર લખ્યા ત્યાં સુધી). તમને જણાવી દઈએ કે, 3 કલાકની સાત મિનિટની આ ફિલ્મના રેટિંગમાં વધી રહેલા રિવ્યુ સાથે આવનારા સમયમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જ્યાં દર્શકો ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: RRR Leaked: રાજામૌલીની ફિલ્મ ‘RRR’ સોશિયલ મીડિયા પર લીક, મેકર્સને મોટો ઝટકો

આ પણ વાંચો: ‘RRR’ BO Collection: રાજામૌલીની ફિલ્મ પ્રથમ દિવસે જ 100 કરોડ કલબમાં સામેલ, રિલિઝ થયા બાદ તોડ્યા ઘણી ફિલ્મોના રેકોર્ડ

Next Article