Jawan Box Office Collection Day 15 : તૂટી જશે ‘પઠાણ’નો રેકોર્ડ, વીકેન્ડ પર ‘જવાન’ કરી શકે છે ધમાલ

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન (Jawan) ખુદ શાહરૂખ ખાનના પઠાણનો રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. હવે માત્ર પઠાણ જ કમાણીના મામલામાં જવાનથી આગળ છે અને માનવામાં આવે છે કે સપ્તાહના અંતે પઠાણનો રેકોર્ડ પણ તૂટી જશે.

Jawan Box Office Collection Day 15 : તૂટી જશે પઠાણનો રેકોર્ડ, વીકેન્ડ પર જવાન કરી શકે છે ધમાલ
| Edited By: | Updated on: Sep 22, 2023 | 9:52 AM

શાહરૂખ, દીપિકા, નયનતારા અને વિજય સેતુપતિની અદ્ભુત કેમેસ્ટ્રી જવાનને નવી ઊંચાઈએ લઈ જવા માટે તૈયાર છે. એક પછી એક નવા રેકોર્ડ બનાવનાર શાહરૂખ ખાનની ફિલ્મ જવાન એ કરી બતાવ્યું જે આજ સુધી બોલિવૂડની કોઈ ફિલ્મે નથી કર્યું. જવાને ભારતમાં 500 કરોડ રૂપિયાનીકમાણીનો આંકડો ઝડપથી પાર કર્યો છે. જવાન (Jawan Box Office Collection) સામે હવે માત્ર પઠાણ જ છે જેણે સની દેઓલની ગદર 2ની કમાણી પર બ્રેક લગાવી દીધી છે. જો જવાન આવી જ કમાણી કરતી રહેશે તો જવાન વીકેન્ડ પર પઠાણને પાછળ છોડીને નવો ઈતિહાસ રચશે.

જવાને માત્ર 15 દિવસમાં કમાણીના મામલે સની દેઓલની ગદર 2ને પાછળ છોડી દીધી છે. જવાન બુલેટની ઝડપે આગળ વધી રહી છે અને હવે તેની સામે માત્ર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો રેકોર્ડ જ બચ્યો છે. એવું માનવામાં આવે છે કે જવાન સપ્તાહના અંતે તેને તોડવામાં સફળ થશે.

આ પણ વાંચો : WhatsAppનું નવું ચેનલ્સ ફીચર, જાણો Katrina Kaif સહિત કોણ છે ફોલોવર્સ લિસ્ટમાં ટોપ પર

જવાનનું 15 દિવસમાં બોક્સ ઓફિસ કલેક્શન

જવાનના 15મા દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ગદર 2 કરતા પણ વધુ કમાણી કરી છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાને ગુરુવારે તેના 15માં દિવસે લગભગ 8.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ગદર 2 એ બોક્સ ઓફિસ પર 15માં દિવસે લગભગ 7.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે પઠાણે 15માં દિવસે માત્ર 6.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

હવે જવાન સામે પઠાણ

શાહરૂખ ખાનની જવાને અત્યાર સુધીમાં 526.78 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે સની દેઓલની ગદર 2 એ 42 દિવસમાં 521.51 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે 543.05 કરોડનું કલેક્શન કર્યું હતું. એટલે કે જવાન હવે પઠાણથી માત્ર 16.17 કરોડ રૂપિયાના અંતરે છે. જે સપ્તાહના અંતે પાર કરી શકાય છે.

જવાન ગ્લોબલ માર્કેટમાં પણ સારી કમાણી કરી રહી છે. જવાનને દુનિયાભરમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. જવાને 15 દિવસમાં દુનિયાભરમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે જવાનનું વૈશ્વિક કલેક્શન 922.55 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ટૂંક સમયમાં જ જવાન 1000 કરોડ રૂપિયાની કમાણી કરશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો