ફિલ્મ જવાનમાં સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિનો લુક કેવો હશે? શાહરૂખ ખાને ખુલાસો કર્યો

વિજય સેતુપતિ ( Vijay Sethupathi) એક એવું નામ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દી ચાહકોમાં લોકપ્રિયતા મેળવી રહ્યો છે. વિજય સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો સ્ટાર છે અને તે હવે શાહરૂખ ખાનની પાન ઈન્ડિયા ફિલ્મ જવાનમાં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે.

ફિલ્મ જવાનમાં સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિનો લુક કેવો હશે? શાહરૂખ ખાને ખુલાસો કર્યો
| Edited By: | Updated on: Jul 25, 2023 | 12:22 PM

Jawan’s New Poster: શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને લઈને સતત નવી વિગતો સામે આવી રહી છે. આ વિગતોએ ચાહકોની ઉત્સુકતા પણ બમણી કરી છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને જવાનની કાસ્ટનો નવો લુક શેર કર્યો હતો જે એકદમ સસ્પેન્સફુલ હતો. હવે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું નવું પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટરમાં એ વાત સામે આવી છે કે જવાનમાં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિનો લુક કેવો હશે.

શાહરુખ ખાને ઈન્સ્ટાગ્રામ પર વિજય સેતુપતિના નવા લુકનો પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તેનો એકદમ કુલ લુક જોવા મળી રહ્યો છે. એટલે રે, તેનો રોલ કેવો રહેશ તેને લઈ હજુ મોટો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ જે રીતે તેનો લુક જાહેર કરવામાં આવ્યો છે તે ખુબ એગ્રેસિવ નહિ પરંતુ કુલ છે. વિજય સેતુપતિને ફિલ્મોમાં અલગ રીતે ફિચર કરવામાં આવે છે.આવી સ્થિતિમાં ફિલ્મમાં તેનું પાત્ર કેવું હશે, આ બાબત હવે સસ્પેન્સફુલ બની ગઈ છે.

આ પણ વાંચો : Hrithik roshan family Tree : બોલિવુડનું હબ છે રોશન પરિવાર, પિતા ડાયરેક્ટર પુત્ર અભિનેતા ગર્લફેન્ડ જાણીતી અભિનેત્રી, કાકા મ્યુઝિક ડાયરેક્ટર દાદા પણ બોલિવુડમાં આપી ચૂક્યા છે હિટ ગીતો

 

 

 

તમને જણાવી દઈએ કે ફિલ્મમાંથી શાહરૂખ ખાનનો લુક પણ સામે આવ્યો છે, જેને ચાહકોએ આવકાર્યો છે. આ સિવાય ચાહકોને આ ફિલ્મમાંથી નયનતારાના લુકને પણ પસંદ આવ્યો છે. તાજેતરમાં જ શાહરૂખ ખાનની આ આગામી ફિલ્મનો પ્રિવ્યૂ રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રિવ્યૂ જોઈને લોકો એવી વાતો કહેતા જોવા મળે છે કે આ ફિલ્મ શાહરૂખ ખાનના પઠાણને પણ પાછળ છોડી દેશે.

પઠાણની શાનદાર શરુઆત

શાહરુખ ખાને વર્ષે 2023ની શાનદાર શરુઆત કરી છે. ફિલ્મમાં પઠાણમાં તેની એક્ટિંગને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ અને જોન અબ્રાહમનો લીડ રોલ હતો અને સલમાન ખાન પણ આ ફિલ્મમાં કેમિયો હતો. હવે એ વાત જોવાની છે કે, શાહરુખ ખાનની આ ફિલ્મ ચાહકોની આશા પર કેટલી યોગ્ય સાબિત થાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો