Jailer: દુનિયાભરમાં જેલરે મચાવી ધૂમ, રજનીકાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે ફિલ્મ

|

Aug 19, 2023 | 6:56 AM

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની (Rajinikanth) ફિલ્મ જેલરનો ચાર્મ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ દુનિયાભરમાં જોરદાર કમાણી કરી રહી છે. હાલમાં રજનીકાંત ઉત્તર પ્રદેશમાં છે અને તેઓ સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સાથે આ ફિલ્મ જોવાના છે.

Jailer: દુનિયાભરમાં જેલરે મચાવી ધૂમ, રજનીકાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે ફિલ્મ
CM Yogi Adityanath - Rajinikanth
Image Credit source: Social Media

Follow us on

સાઉથ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર રજનીકાંતની (Rajinikanth) સ્ટાઈલ એકદમ અલગ છે. રજનીકાંતની કોઈપણ ફિલ્મ આવે તો તે સાઉથમાં ફિલ્મ તહેવાર બરાબર છે. હાલમાં રજનીકાંત તેમની રિલીઝ થયેલી ફિલ્મ જેલરને લઈને ચર્ચામાં છે. દુનિયાભરમાં તેમની ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. જેલર ફિલ્મ સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2 સાથે રિલીઝ થઈ ગઈ છે. પરંતુ જેલરની કમાણી પર ગદર 2 અને ઓએમજી 2ની કોઈ અસર જોવા મળી નથી. રજનીકાંત પણ પોતાની ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં તે યુપીના સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સાથે ફિલ્મ જોશે.

હાલમાં રજનીકાંત યુપીમાં છે અને તેઓ ફિલ્મ જેલર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે. સાઉથ સુપરસ્ટારે હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરતાં આ માહિતી આપી છે. તેમને પૂછવામાં આવ્યું કે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે અને તેઓ યુપી સીએમ યોગી આદિત્યનાથને મળવા જઈ રહ્યા છે. એક્ટરે તેનો જવાબ આપતાં કહ્યું કે તેઓ યુપી આવ્યા છે અને ફિલ્મ પણ સીએમ યોગી આદિત્યનાથ સાથે જોવા જઈ રહ્યા છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

(Tweet: ANI Twitter) 

આ પછી તેને ફિલ્મની સફળતા પર તેની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી. તેના જવાબમાં રજનીકાંતે કહ્યું કે તેમની ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે કારણ કે ભગવાનના આશીર્વાદ છે. તમને જણાવી દઈએ કે રજનીકાંત પોલિટિક્સમાં પણ એક્ટિવ છે અને આ સાથે તેઓ સતત ફિલ્મોમાં પણ પોતાની એક્ટિવનેસ બતાવી રહ્યા છે. 72 વર્ષના રજનીકાંતની ફેન ફોલોઈંગ દુનિયામાં જોરદાર છે.

આ પણ વાંચો: ગદર, પઠાણને ટક્કર આપશે શાહરૂખ ખાનની ‘જવાન’, એડવાન્સ બુકિંગે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

ફિલ્મ જેલર વિશે વાત કરીએ તો, તે 10 ઓગસ્ટના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. દુનિયાભરમાં આ ફિલ્મે 8 દિવસમાં 470 કરોડની કમાણી કરી લીધી છે. રજનીકાંતની પોપ્યુલારિટી અને તેમની સફળતા આ આંકડાઓ વિશે જણાવે છે. ફિલ્મની બોક્સ ઓફિસ પર વધુ કમાણી થવાની તમામ આશા છે. ભારતમાં પણ આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે અને 235 કરોડની કમાણી કરી ચૂકી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:54 am, Sat, 19 August 23

Next Article