રામચરણની પત્નીની ડિલીવરી કરાવા આવશે અમેરિકન ટીવી હોસ્ટ? જાણો ઉપાસનાએ શું કહ્યું

Ram Charan Wife Upasna: સાઉથ સુપરસ્ટાર રામચરણની (Ram Charan) પત્ની ઉપાસનાએ એક ટ્વિટ કરતા કહ્યું અમેરિકન ડોક્ટર અને ટીવી સંવાદદાતા ડો. જેન ઓસ્થનને તેના બાળકની ડિલીવરી માટે ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે.

રામચરણની પત્નીની ડિલીવરી કરાવા આવશે અમેરિકન ટીવી હોસ્ટ? જાણો ઉપાસનાએ શું કહ્યું
Ram Charan Wife Upasna
| Edited By: | Updated on: Feb 28, 2023 | 7:07 PM

સાઉથના સુપરસ્ટાર રામચરણ તેની ફિલ્મ આરઆરઆરની સફળતા બાદ દુનિયાભરમાં ચર્ચામાં છે. તેની ફિલ્મે વર્લ્ડ વાઈડ જોરદાર કમાણી કરી અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ઘણી પોપ્યુલારિટી મેળવી છે. ફિલ્મના ગીત નાટુ-નાટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય આ ગીત ઓસ્કાર માટે પણ નોમિનેટ થયું છે. રામચરણ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. તે અને તેની પત્ની ઉપાસના ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનવાના છે.

હાલમાં રામચરણ યુએસએમાં શો ગુડ મોર્નિંગ અમેરિકામાં સામેલ થયો હતો, જ્યાં તેને તેની ફિલ્મ આરઆરઆરની સાથે સાથે તેના આવનાર બાળક વિશે વાત કરી હતી. શોના હોસ્ટ ડો. જેન ઓસ્થને રામચરણને તેના આવનાર બાળક માટે અભિનંદન પાઠવ્યા હતા. એક્ટરે તેને કહ્યું હતું કે તે તેનો ફોન નંબર તેની પત્ની સાથે શેયર કરશે, કારણ કે તેણીએ તેને ગાઈડ કરવું જોઈએ. જેના પર હોસ્ટે તેને કહ્યું કે તે હંમેશા તેની સાથે રહેશે.

રામચરણની પત્નીએ આપ્યો જવાબ

હવે રામચરણની પત્ની ઉપાસનાએ ડો. જેન ઓસ્થનની આ વાત પર પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. ઉપાસનાએ એક ટ્વીટ કરીને લખ્યું કે, “ડો. જેન ઓસ્થન, તમે ખૂબ જ સ્વીટ છો. હું તમને મળવાની રાહ જોઈ રહી છું. પ્લીઝ અમારી અપોલો હોસ્પિટલને ડો. સુમાના માનોહર અને ડો. રૂમા સિંઘાની સાથે જોડાઓ અમારા બેબીની ડિલીવરી માટે.”

આ પણ વાંચો : શૂટિંગ દરમિયાન સામંથા રૂથ પ્રભુને થઈ ઈજા, એક્ટ્રેસે શેયર કરી તસવીર

ડિસેમ્બરમાં શેયર કર્યા હતા ગુડ ન્યૂઝ

રામચરણે પત્નીની પ્રેગ્નન્સી વિશે માહિતી ગયા વર્ષે ડિસેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરીને આપી હતી. તેને કહ્યું હતું કે ભગવાનના આશીર્વાદથી અમે અમારા પહેલા બાળકની આશા રાખી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે રામચરણ અને ઉપાસનાના લગ્નને લગભગ 11 વર્ષ થઈ ગયા છે. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. લગ્નના લાંબા સમય પછી, બંને માતા-પિતા બનવાના છે.