Ram Charan-Upasana First Child: રામ ચરણ-ઉપાસનાના ઘરે ગુંજશે કિલકારી, દુબઈમાં રાખી બેબી શાવર પાર્ટી

Ram Charan-Upasana Baby Shower: રામ ચરણ (Ram Charan) અને તેની પત્ની ઉપાસના ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. હાલમાં જ તેણે બેબી શાવરનો એક વીડિયો શેયર કર્યો છે, જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સેલિબ્રેશન કપલે દુબઈમાં કર્યું છે.

Ram Charan-Upasana First Child: રામ ચરણ-ઉપાસનાના ઘરે ગુંજશે કિલકારી,  દુબઈમાં રાખી બેબી શાવર પાર્ટી
Ram Charan-Upasana
| Edited By: | Updated on: Apr 05, 2023 | 7:51 PM

Ram Charan-Upasana Parent To Be: રામ ચરણ અને ઉપાસના તેમના પહેલા બાળકના આગમનની રાહ જોઈ રહ્યા છે. બંને આ દિવસોમાં દુબઈમાં છે. જ્યાંથી તેઓએ બેબી શાવર પાર્ટી રાખી હતી. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ડ્રીમી ફંક્શનમાં કપલના ફેમિલી અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

એક્ટરની વાઈફ ઉપાસનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બેબી શાવર સેલિબ્રેશનનો વીડિયો શેયર કર્યો છે. આ ક્લિપમાં તમે ઘણી તસવીરોનો કોલાજ જોઈ શકો છો. આ સિવાય આ સેલિબ્રેશન લેવિશ અને ગ્રાન્ડ હતું તેનો અંદાજો તમે લગાવી શકો છો. વ્હાઈટ આઉટફિટમાં રામ ચરણ અને ઉપાસના એકસાથે પોઝ આપતા જોવા મળે છે.

અહીં જુઓ પાર્ટીનો વીડિયો

બુધવારે રામ ચરણે દુબઈમાં બેબી શાવર પાર્ટી રાખી હતી. આ પાર્ટીની થીમ ખૂબ જ ક્યૂટ હતી. તસવીરોમાં મન મોહી લે તેવું વાતાવરણ જોઈને તમારો દિવસ પણ બની જશે. કપલે આ પાર્ટીની થીમ પણ ખૂબ જ સુંદર રાખી હતી. ટેડી બેર થીમ સાથે વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં એક મોટી કેક પણ જોવા મળી રહી છે.

ઉપાસનાની આ પોસ્ટ પર ફેન્સની સાથે સાથે સ્ટાર્સ પણ રિએક્શન આપી રહ્યા છે. સોનાલી બેન્દ્રેએ કોમેન્ટ બોક્સમાં પ્રેમ વરસાવ્યો છે. ઉપાસનાએ શેયર કરેલા વીડિયોમાં તમે ફેમિલી અને મિત્રોને પણ જોઈ શકો છો. કપલે વ્હાઈટ આઉટફિટ પહેર્યો છે. જ્યાં રામ ચરણે વ્હાઈટ શર્ટ સાથે વ્હાઈટ પેન્ટ પહેર્યું હતું. ઉપાસના પણ વ્હાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કપલે ગોગલ્સ સાથે તેમના લુકને કમ્પલીટ કર્યું છે. પાર્ટીમાંથી બંનેનો રોમેન્ટિક પોઝ પણ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video: પાપારાઝીને જોઈને કેમ હસે છે વિરાટ અને અનુષ્કા? એક્ટ્રેસે જણાવ્યું કારણ

રામ ચરણ અને ઉપાસનાએ વર્ષ 2022માં તેમની 10મી એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. આ પછી હવે બંને તેમના પહેલા બાળકના વેલકમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગયા ડિસેમ્બરમાં રામ ચરણના પિતા ફેમસ એક્ટર ચિરંજીવીએ ઉપાસનાની પ્રેગ્નેન્સીને ઓફિશિયલ કરી હતી. બંને સોશિયલ મીડિયા પર એક સાથે તસવીરો શેયર કરતા રહે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…