Sonu Sood Video : સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ પહોંચ્યા સુવર્ણ મંદિરની મુલાકાતે, ફતેહના શૂટિંગમાંથી સમય કાઢીને કર્યા દર્શન

|

Mar 28, 2023 | 8:05 AM

Sonu Sood Video : સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ હાલમાં અમૃતસરમાં તેમની આગામી ફિલ્મ ફતેહીનું શૂટિંગ કરી રહ્યા છે. દરમિયાન બંને સુવર્ણ મંદિર પહોંચ્યા અને દર્શન કર્યા.

Sonu Sood Video : સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ પહોંચ્યા સુવર્ણ મંદિરની મુલાકાતે, ફતેહના શૂટિંગમાંથી સમય કાઢીને કર્યા દર્શન

Follow us on

Sonu Sood Video : સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડિઝે પંજાબના અમૃતસરમાં ફતેહ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. શૂટિંગ શરૂ થયાના બીજા જ દિવસે બંને સ્ટાર્સ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા અને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી. સોનુ સૂદે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ગોલ્ડન ટેમ્પલ જવાની માહિતી આપી છે.

આ પણ વાંચો : CCL 2023 : સોનુ સૂદની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર, 2 ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી

સોનુ સૂદે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “વાહેગુરુ જી દા ખાલસા શ્રી વાહેગુરુ કી ફતેહ.” સોનુ સૂદની આગામી ફિલ્મનું નામ પણ ફતેહ છે. વીડિયોમાં સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ ગોલ્ડન ટેમ્પલમાં જોવા મળી રહ્યા છે અને તેઓ ફેન્સથી ઘેરાયેલા છે. તેમની સાથે અન્ય લોકો અને ક્રૂ મેમ્બર્સ પણ દેખાય છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સોનુ સૂદ અને જેકલીન ફર્નાન્ડીઝ ભીડથી ઘેરાયેલા જોવા મળ્યા

વીડિયોમાં સોનુ સૂદ જેકલીનને ભીડથી સંભાળતો અને બચાવતો પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ સફેદ સલવાર સૂટમાં જોવા મળી રહી છે. તે જ સમયે, સોનુ સૂદ બ્લેક જીન્સ અને બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે.

બે દિવસ પહેલા શૂટિંગ શરૂ થયું હતું

આ પહેલા સોનુ સૂદે બે દિવસ પહેલાં જ ફિલ્મ ફતેહીનું શુટિંગ શરૂ થવાની જાણકારી આપી હતી. પોસ્ટની સાથે તેણે ત્રણ તસવીરો પણ શેર કરી છે. એક તસવીરમાં તે જેકલીન સાથે ગુરુદ્વારાની બહાર ઊભેલો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં જેકલીન અને સોનુ સૂદ બાઇક પર બેઠાં છે. એવું માનવામાં આવે છે કે આ જેકલીન અને સોનુની ફિલ્મનો લુક છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને વૈભવ મિશ્રા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં જેકલીન અને સોનુ સૂદ ઉપરાંત દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય અને સહેર બમ્બા પણ જોવા મળશે.

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝના લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article