Sonam Kapoor : મેટરનિટી સ્ટાઈલમાં ફરી વાયરલ થઈ સોનમ કપૂર , ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

તાજેતરમાં, સોનમ કપૂરે (Sonam Kapoor) તેના ઈન્સ્ટાગ્રામ પર વધુ એક મેટરનિટી ફોટોશૂટ શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, 20 ઓગસ્ટના રોજ સોનમ કપૂરે એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારથી તે અને આનંદ આહુજા (Anand Ahuja) ચર્ચામાં છે.

Sonam Kapoor : મેટરનિટી સ્ટાઈલમાં ફરી વાયરલ થઈ સોનમ કપૂર , ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
Sonam kapoor baby bump
| Edited By: | Updated on: Aug 29, 2022 | 9:51 AM

સોનમ કપૂર (Sonam Kapoor) અને તેના પતિ આનંદ આહુજા (Anand Ahuja) પુત્રને જન્મ આપ્યા બાદથી સતત ચર્ચામાં છે. બંને 20 ઓગસ્ટ 2022ના રોજ માતા-પિતા બન્યા હતા, ત્યારબાદ અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આ તસવીર એ દિવસોની છે, જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પ્રેગ્નન્ટ હતી અને તેણે તેના બેબી બમ્પ સાથે એક મેગેઝિનના કવર ફોટો માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તાજેતરમાં સામે આવેલી તસવીરમાં, સોનમ ફરી એકવાર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

સોનમ કપૂર સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. આ સાથે તે તેના લેટેસ્ટ ફોટોઝ પણ શેર કરતી રહે છે. પુત્રના જન્મ પછી, સોનમ ઘણીવાર તેની તસવીર સાથે પોસ્ટ કરે છે, જેના કેપ્શન સાથે તે બધાનું ધ્યાન આકર્ષિત કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ એક પોસ્ટ કરી છે, જેમાં તેણે કેપ્શનમાં તેના ગર્ભાવસ્થાના સમયગાળા વિશે ચર્ચા કરી છે.

મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

વાસ્તવમાં, આ તસવીર તેને મેગેઝીનને માટે તેણે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં લખ્યું છે કે, જ્યારે ફેશન ડિવા અને તેના લુક્સને રજૂ કરવાની વાત આવે છે, તો બોલિવૂડ સ્ટાર સોનમ કપૂરથી વધુ સારું ઉદાહરણ કોઈ નથી. આગળ લખ્યું છે કે, તેની પ્રેગ્નેન્સી દરમિયાન સોનમે કેટલાક ગંભીર પાઠ બતાવ્યા છે તે પણ મેટરનિટી સ્ટાઈલમાં.

સોનમનો ગ્લેમર લૂક વાયરલ

ફોટોમાં સોનમ કપૂરે સફેદ કલરનો ગાઉન પહેર્યો છે. આ સાથે અભિનેત્રીએ બ્લેક કલરના ઓપન બ્લેઝર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. સોનમે બેબી બમ્પ સાથે સાઈડ લુક આપતા ફોટોશૂટ કરાવ્યું છે. જેના પર ફેન્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

બેબી બોયનું નામ શું રાખ્યું?

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે માતા બનેલી સોનમ કપૂર અને તેના નવજાત બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે બાદ તે તેના પિતા અનિલ કપૂરના ઘરે ગઈ જ્યાં બાળકનું પણ તેની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ સમયે, આ દરમિયાન, રિયા કપૂરે બેબી બોયના નામનો ખુલાસો કરતા કહ્યું કે, તેનું નામ હાલમાં સિમ્બા રાખવામાં આવ્યું છે.