Sonam Kapoor: સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરેથી થઈ કરોડોની ચોરી

આ કિસ્સામાં સોનમ કપૂર (Sonam Kapoor Delhi House)ની સાસુ વતી તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પછી તુગલક રોડ પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Sonam Kapoor: સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરેથી થઈ કરોડોની ચોરી
Sonam Anand
| Edited By: | Updated on: Apr 09, 2022 | 3:10 PM

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના (Sonam Kapoor) ઘરે ચોરી થઈ છે. અભિનેત્રીના દિલ્હીના ઘરમાંથી ચોરોએ 1.41 કરોડ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આ કિસ્સામાં સોનમ કપૂર (Sonam Kapoor Delhi House)ની સાસુ વતી તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પછી તુગલક રોડ પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાઈપ્રોફાઈલ કેસ હોવાથી મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આ અંગે સર્ચ ટીમો બનાવવામાં આવી છે.

સોનમ કપૂર અને આનંદ આહુજાના (Anand Ahuja) દિલ્હીના ઘરમાં 25 નોકર, 9 કેર ટેકર, ડ્રાઈવર અને માળી કામ કરે છે. આવી સ્થિતિમાં પોલીસ આ તમામની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે અને પૂછપરછમાં લાગેલી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપરાંત એફએસએલની ટીમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

સોનમ કપૂર લંડનમાં રહે છે, દિલ્હીના ઘરમાં થઈ ચોરી

આ કેસમાં હજુ સુધી ચોરો મળ્યા નથી કે કોઈ પુરાવો પણ મળ્યા નથી. આ કેસ હાઈપ્રોફાઈલ હોવાના કારણે પોલીસે તેને દબાવી દીધો હતો. હાલ તો મામલો ખુલ્લેઆમ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂરના સાસરિયાં 22 અમૃતા શેરગિલ માર્ગ પર છે. જોકે સોનમ તેના પતિ આનંદ આહુજા સાથે લંડનમાં રહે છે.

શું હતો સમગ્ર મામલો

આનંદ આહુજા અને સોનમ કપૂરના આ ઘરમાં 86 વર્ષની દાદી સરલા આહુજા તેના પુત્ર હરીશ આહુજા અને વહુ પ્રિયા આહુજા સાથે રહે છે. ઘરમાં ચોરી થયા બાદ તે પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ મામલો 23 ફેબ્રુઆરીનો કહેવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સરલા તેના મેનેજર રિતેશ ગૌરા સાથે તુગલક રોડ પોલીસ સ્ટેશન પહોંચી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તેના રૂમના કબાટમાંથી 1 કરોડ 40 લાખ રૂપિયાની જ્વેલરી ગાયબ છે, સાથે જ ત્યાં રોકડ પણ નથી.

અભિનેત્રી સોનમ કપૂરે ચાહકો સાથે શેયર કર્યા સારા સમાચાર, પ્રેગ્નેન્સી વિશે કર્યો ખુલાસો

તમને જણાવી દઈએ કે હાલમાં જ સોનમ કપૂરે તેના ફેન્સ સાથે એક સારા સમાચાર શેયર કર્યા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે માતા બનવા જઈ રહી છે. આ જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. આ સાથે અભિનેત્રીએ બેબી બમ્પ સાથેની પોતાની તસવીરો પણ શેયર કરી છે. આ દરમિયાન સોનમની સાથે તેના પતિ આનંદ આહુજા (Anand Ahuja) પણ ખૂબ ખુશ દેખાયા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Sonam Kapoorનું લંડન વાળુ ઘર નથી કોઈ મહેલથી ઓછું, તસ્વીરો કરાવશે રાજવી પરિવારનો અહેસાસ

આ પણ વાંચો: સ્ટાઈલની દ્રષ્ટિએ Sonam Kapoor આપે છે બધાને માત, જુઓ તસ્વીરો