Koffee With Karan : કોફી વિથ કરણમાં અર્જુન કપૂરે મલાઈકા સાથેના સંબંધને લઈ કર્યો ખુલાસો

અર્જુન કપૂરે કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં મલાઈકા અરોરા સાથેના પોતાના સંબંધોને લઈને ઘણા ખુલાસા કર્યા છે.

Koffee With Karan : કોફી વિથ કરણમાં અર્જુન કપૂરે  મલાઈકા સાથેના સંબંધને લઈ કર્યો ખુલાસો
કોફી વિથ કરણમાં અર્જુન કપૂરે મલાઈકા સાથેના સંબંધને લઈ કર્યો ખુલાસો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Aug 12, 2022 | 9:45 AM

Koffee With Karan : અર્જુન કપૂર (Arjun Kapoor)અને તેની પિતરાઈ બહેન સોનમ કપૂર (Sonam Kapoor) કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ‘ની સાતમી સિઝનના 6ઠ્ઠા એપિસોડમાં જોવા મળ્યા હતા. સોનમ કપૂર બેબી બમ્પ સાથે જોવા મળી હતી. બહુ જલ્દી તે માતા બનવા જઈ રહી છે. શોમાં આવતા અર્જુન કપૂરે તેનો હાથ આપ્યો અને તેને સોફા પર લાવ્યો હતો. આ દરમિયાન સોનમે કહ્યું કે તે તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. જ્યારે કરણ જોહરે અર્જુન કપૂરને મલાઈકા વિશે કેટલાક સવાલો પૂછ્યા હતા, જેના જવાબમાં તેણે સ્પષ્ટ જવાબ આપતા કહ્યું હતું કે, તેના લગ્ન માટે હજુ કોઈ પ્લાનિંગ નથી.

મલાઈકા સાથે સંબંધ બાંધવો એ મારી પસંદગી હતી: અર્જુન

જ્યારે અર્જુન કપૂરને મલાઈકા સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું કે, શું તમે મલાઈકાના તમામ સંબંધોનું સન્માન કરો છો? આના પર અર્જુને કહ્યું, ‘પહેલા જ્યારે તમે અચાનક કોઈને કહો કે આવું કંઈક થયું છે તો તે પૂછવા લાગે છે કે તમારો મતલબ શું છે? પરંતુ જ્યારે તે ધીમે ધીમે વસ્તુઓ સમજવા લાગે છે ત્યારે તે તમને પ્રેમ કરવા લાગે છે. જો અંતે તમારો પ્રેમ એકદમ સાચો છે, તો બધું સારું છે. મલાઈકા સાથે સંબંધ બાંધવો એ મારી પસંદગી હતી આ સંબંધને આગળ વધારવા માટે સમયની જરૂર છે. અને સંબંધને તે દરજ્જો આપવો પડશે. અને તમારે સમજવું પડશે કે તેનું પોતાનું જીવન છે, તેને બાળકો પણ છે. હું તે છું જે તેના જીવન વિશે જાણે છે.

અર્જુનનો હજુ લગ્નનો કોઈ પ્લાન નથી

કરણ જોહરે અર્જુનને લગ્ન વિશે પૂછ્યું કે હજુ લગ્નનું કોઈ પ્લાનિંગ નથી? આ સવાલના જવાબમાં અર્જુને કહ્યું કે, ના, હજુ સુધી કોઈ પ્લાનિંગ નથી. લોકડાઉન અને કોવિડના બે વર્ષ પછી, હું મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. હું જોવા માંગુ છું કે મારું જીવન ક્યાં જાય છે. અને હું એવી વ્યક્તિ નથી કે જે કંઈપણ છુપાવે. મારે થોડું સ્થિર થવું છે. સ્થિરનો અર્થ એ નથી કે આર્થિક રીતે હું આ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. હું એવું કામ કરવા માંગુ છું જે મને ખુશ કરે. અને જો તે મને ખુશી આપશે તો હું મારા જીવનસાથીને ખુશ રાખી શકીશ અને જીવન ખુશીથી જીવી શકીશ. અને મને લાગે છે કે મારા કામથી ઘણી ખુશી મળે છે