
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને હુમા કુરેશી (Huma Qureshi) હાલમાં તેમની ફિલ્મ ડબલ એક્સએલ માટે સતત ચર્ચામાં છે. ફિલ્મના નામની જેમ જ સ્ટાર્સના પાત્રો પણ તેવા જ છે. આ ફિલ્મમાં બંને એક્ટ્રેસ ખૂબ જ અલગ દેખાઈ રહી છે. આ દરમિયાન સોનાક્ષી સિન્હાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ફિલ્મનું મોશન પોસ્ટર શેયર કર્યું છે. મોશન પોસ્ટરની સાથે તેણે ફિલ્મની રિલીઝ ડેટ વિશે પણ વાત કરી છે.
ફિલ્મમાં સોનાક્ષી સિન્હાના પાત્રનું નામ સાયરા ખન્ના છે. આ મોશન પોસ્ટરમાં તેનું વજન ઘણું વધુ જોવા મળે છે. આ ફિલ્મ માટે સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશીએ પોતાનું વજન વધાર્યું છે. જેથી તે ફિલ્મના પાત્રમાં પોતાને સંપૂર્ણ રીતે ઢાળી શકે. સોનાક્ષીએ પોસ્ટ દ્વારા એ પણ જણાવ્યું છે કે તેની ફિલ્મ 4 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
મોશન પોસ્ટરની વાત કરીએ તો તેમાં એક ડિઝાઈનિંગ સ્ટુડિયો દેખાઈ રહ્યો છે. જેમાં એક પછી એક વસ્તુઓ આવવા લાગે છે. પોસ્ટરમાં સોનાક્ષી ખુરશી પર સ્ટાઈલિશ અંદાજમાં બેઠેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસ પોસ્ટરમાં વ્હાઈટ શર્ટ અને મીની સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. રેડ કલરના લોન્ગ જેકેટ સાથે એક્ટ્રેસે પોતાનો લુક પૂરો કર્યો. બોડીવેટ સ્ટીરિયોટાઇપને પડકારતી આ સ્લાઇસ-ઓફ-લાઇફ કોમેડી ડ્રામા ફિલ્મના ટીઝર બાદ ચર્ચામાં છે.
સતરામ રામાણી દ્વારા નિર્દેશિત, ડબલ એક્સએલ બે પ્લસ-સાઈઝ મહિલાઓની સ્ટોરી છે, એક ઉત્તર પ્રદેશની અને બીજી જે અર્બન ન્યૂ દિલ્હીથી છે. બંને એક એવા સમાજમાંથી આવે છે જ્યાં તેઓ ઘણીવાર એક મહિલા તરીકે તેમના સાઈઝની સાથે સુંદરતા અથવા આકર્ષણને આભારી હોય છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશીની અપોઝિટ ઝહીર ઈકબાલ અને મહત રઘુવેન્દ્ર સાથે જોવા મળશે.
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ઝહીર ઈકબાલે કહ્યું હતું કે, સોનાક્ષી અને હુમાએ ફિલ્મ માટે 15-20 કિલો વજન વધાર્યું છે. બંને આ ફિલ્મ માટે બસ ખાતા જ રહે છે. સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશીએ આ ફિલ્મ માટે જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે, તેઓએ આ ફિલ્મ માટે વજન વધાર્યું છે. જેથી તેઓ તેમના પાત્રને વાસ્તવિક રૂપ આપી શકે.