Singham Again: રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ સાથે જોડાઈ દીપિકા પાદુકોણ, એક્ટ્રેસનો ફર્સ્ટ લુક થયો રિલીઝ

Singham Again: દીપિકા પાદુકોણ (Deepika Padukone) 'સિંઘમ અગેઈન'નો એક ભાગ છે, જે 'સિંઘમ' ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. રોહિત શેટ્ટીએ પોતે એક્ટ્રેસનું સ્વાગત કરતી એક ખાસ પોસ્ટ શેર કરી છે. રોહિત શેટ્ટીએ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરીને દીપિકા પાદુકોણનું કોપ યુનિવર્સમાં સ્વાગત કર્યું છે. પોસ્ટરમાં દીપિકા પાદુકોણ એક ગુનેગારના મોં પર બંદૂક તાકી રહી છે. એક્ટ્રેસનું ખતરનાક હાસ્ય દર્શકોને હેરાન કરવા માટે પૂરતું છે.

Singham Again: રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ સાથે જોડાઈ દીપિકા પાદુકોણ, એક્ટ્રેસનો ફર્સ્ટ લુક થયો રિલીઝ
Deepika Padukone
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 15, 2023 | 12:43 PM

Singham Again: રોહિત શેટ્ટીના (Rohit Shetty) કોપ યુનિવર્સમાં સામેલ થવા માટે ઘણા નવા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આમાંથી એક નામ દીપિકા પાદુકોણનું (Deepika Padukone) છે. દીપિકા ‘સિંઘમ અગેઈન’નો એક ભાગ છે, જે ‘સિંઘમ’ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. રોહિત શેટ્ટીએ પોતે એક્ટ્રેસનું સ્વાગત કરતી એક ખાસ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં દીપિકા ખૂબ જ ખતરનાક અંદાજમાં પોલીસનો યુનિફોર્મ પહેરેલી જોવા મળી રહી છે, જેને જોઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે.

‘સિંઘમ અગેન’ સાથે જોડાઈ દીપિકા પાદુકોણ

રોહિત શેટ્ટીએ નવરાત્રીના શુભ અવસર પર તેની કોપ યુનિવર્સની પહેલી મહિલા કોપનો ફેન્સને પરિચય કરાવ્યો છે. રોહિત શેટ્ટીએ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરીને દીપિકા પાદુકોણનું કોપ યુનિવર્સમાં સ્વાગત કર્યું છે. પોસ્ટરમાં દીપિકા પાદુકોણ એક ગુનેગારના મોં પર બંદૂક તાકી રહી છે. એક્ટ્રેસનું ખતરનાક હાસ્ય દર્શકોને હેરાન કરવા માટે પૂરતું છે.

(PC: itsrohitshetty instagram)

રોહિત શેટ્ટીએ પહેલી મહિલા કોપનું કર્યું સ્વાગત

રોહિત શેટ્ટીએ ‘સિંઘમ અગેઈન’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરીને દીપિકા પાદુકોણનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. રોહિત શેટ્ટીએ આ પોસ્ટને કેપ્શન આપ્યું છે કે ‘નારી સીતાની સાથે દુર્ગાનું પણ રૂપ છે. અમારા કોપ યુનિવર્સના સૌથી ક્રૂર અને હિંસક અધિકારીને મળો. શક્તિ શેટ્ટી, મેરી લેડી સિંઘમ, દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણના ફર્સ્ટ લુક પોસ્ટરે રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ સિવાય ફેન્સ ફિલ્મ માટે વધુ ઉત્સાહિત હોય તેવું જોવા મળી રહ્યું છે.

રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઈન’માં અજય દેવગન બાજીરાવ સિંઘમના તેના આઈકોનિક રોલ કરતો જોવા મળશે, જે એક નીડર અને પ્રામાણિક પોલીસ છે. કરીના સિંઘમની પત્નીના રોલમાં ફરી જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ મહત્વના રોલમાં જોવા મળશે. આશા છે કે આ ફિલ્મ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર થિયેટરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Bigg Boss 17ના સેટનો નજારો જોઈને રહી જશો દંગ, જુઓ Inside Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો