KK passes Away: કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કેકે(KK) આ નામ મ્યુઝિક લવર્સ (Music lovers)માટે સહેજેય અજાણ્યું કે નવું નથી. બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકે હવે આપણી વચ્ચે નથી રહ્યા . 31 મે 2022 ના રોજ નઝરુલ મંચ પર કૉલેજ ફેસ્ટિવલમાં લાઇવ કોન્સર્ટમાં (live concert) પર્ફોમન્સ આપ્યા પછી, કોલકાતાની ધ ગ્રાન્ડ હોટેલમાં કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું હતું. આજે કોલકાતામાં તેમના પાર્થિવ શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. હાલના તબક્કે લોકપ્રિય એવા કેકેનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું હતું. તેમના નજીકના લોકો જણાવે છે કે કેકે ઉત્તમ ગાયક હોવાની સાથે સાથે ઉમદા માનવી પણ હતા.
કૃષ્ણકુમાર કુન્નાથ એક પ્રખ્યાત ભારતીય ગાયક હતા. તેમણે અત્યાર સુધીની કારકિર્દીમાં હિન્દી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ફિલ્મો માટે ગીતો ગાયા છે. તેમનો જન્મ કેરળના થ્રિસુરમાં થયો હતો. પિતા સીએસ નાયર અને માતા કનાકવલ્લી બંને મલયાલી હતા. કેકે પોતાનો અભ્યાસ દિલ્હીમાંથી જ પૂર્ણ કર્યો હતો તેમનો ઉછેર પણ દિલ્લીમાં જ થયો તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીની માઉન્ટ મેરી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. તે પછી તેણે દિલ્હીની જ કિરોડીમલ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક થયા હતા.
કેકે એ વર્ષ 1991માં તેમણે જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્ર નકુલ કૃષ્ણ કુન્નાથે પણ પિતા કેકે સાથે ‘હમસફર’ આલ્બમ માટે ‘મસ્તી’ ગીત ગાયું હતું. કેકે એક પુત્રી ‘તમરા કુન્નાથ’ના પિતા પણ છે.
1999ના ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન, તેણે ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે ‘જોશ ઓફ ઈન્ડિયા’ ગીત ગાયું હતું. આ પછી તેણે તેનું પહેલું મ્યુઝિક આલ્બમ ‘પલ’ રિલીઝ કર્યું હતું. જેને બેસ્ટ સોલો આલ્બમનો સ્ટાર સ્ક્રીન એવોર્ડ મળ્યો. તમને જણાવી દઈએ કે કેકે બાળપણમાં ડોક્ટર બનવા માંગતા હતા. જોકે તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે તેમણે પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ તેમનો અવાજ લોકોને એટલો ગમી ગયો કે દિલ્હીની ઘણી એડ એજન્સીઓએ તેમના અવાજનો ઉપયોગ કર્યો હતો. સમય જતા કેકેએ તેમના મિત્રો સાથે રોક બેન્ડ પણ બનાવ્યું હતું.
મુંબઈ જતા પહેલા, કેકે હોટલ ઉદ્યોગમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું. વર્ષ 1994માં તેઓ મુંબઈ આવી ગયા હતા. . તે સમયે તેણે ફિલ્મમાં બ્રેક મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. તેમના પુત્ર નકુલનો જન્મ પણ આ જ વર્ષે થયો હતો. અને તે જ દિવસે યુટીવીએ પણ તેમને મીટીંગ માટે બોલાવ્યા હતા. અહીં તેમને Santogen Suiting ની એડ માટે ગાવાનો મોકો મળ્યો. 4 વર્ષના ગાળામાં તેમણે 11 ભારતીય ભાષાઓમાં લગભગ 3,500 એડ માટે જિંગ્લસ માટે પ્લેબેક કર્યું હતું. કેકે હિન્દીમાં 250 થી વધુ ગીતો અને તમિલ અને તેલુગુમાં 50 થી વધુ ગીતો ગાયા છે.
પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક વિશાલ ભારદ્વાજે તેમને તેમની ફિલ્મ ‘માચીસ’માં કેકેને પ્રથમ વાર ગાવાની પહેલી તક આપી હતી. કેકેએ આ ફિલ્મમાં ‘છોડ આયે હમ વો ગલિયાં’ ગાયું હતું. આ ગીત કેકેએ જાણીતા ગાયક હરિહરન સાથે ગાયું હતું. ત્યાર બાદ કેકેને એવી સફળતા મળી કે તેણે ક્યારેય પાછું વાળીને જોયું નથી. આ પછી, તેણે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં સલમાન ખાન માટે આઇકોનિક ગીત ‘તડપ તડપ કે’ ગાયું જે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.
Published On - 8:04 am, Wed, 1 June 22