Adnan Sami : પોતાના અવાજથી લોકોને નચાવનાર સિંગર અદનાન સામી (Adnan Sami )એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી સૌને ચોંકાવી દીધા છે, સિંગર અદનાને હાલમાં જ પોતાનું બોડી ટ્રાંસફોર્મેશનને લઈ ચર્ચામાં આવ્યો હતો. જેનો ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો પરંતુ હવે આ ફોટો તમને અદનાન સામીના ઈન્સ્ટાગ્રામ પર જોવા મળશે નહિ,સિંગરે એક પોસ્ટ શેર કરી છે. 5 સેકન્ડની આ પોસ્ટમાં અંગ્રેજીમાં માત્ર અલવિદા લખ્યું છે,કેટલાક ચાહકોનું કહેવું છે કે, અદનાને સોશિયલ મીડિયા (Social media)માંથી બ્રેક લીધો છે. હાલમાં એ જોવાનું રહેશે કે, અદનાન સામીની આ પોસ્ટનું મતલબ શું છે.
તમને જણાવી દઈએ કે, સિંગર અદનાન સામીએ પહેલા તો તેના ઈન્સ્ટાગ્રામ પર તમામ પોસ્ટ ડિલીટ કરી છે. ત્યારબાદ તેણે ઈન્સ્ટાગ્રામ વિડીયો પોસ્ટ શેર કરી છે. આ વીડિયો પોસ્ટમાં માત્ર અલવિદા કહ્યું છે, અદનાનની આ પોસ્ટ પર લોકો અનેક અંદાજ લગાવી રહ્યા છે, યુઝર્સે કોમેન્ટ પણ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે અદનાનું નવું ગીત આવશે.
કેટલાક દિવસ પહેલા જ સિંગર અદનાન સામીએ પોતાનું બોર્ડી ટ્રાંસફોર્મેશનને લઈ ચર્ચામાં આવ્યા હતા. એક સમય હતો જ્યારે અદનાન સામી વજનને લઈ ચર્ચામાં રહેતા હતા. તમને એ જાણી નવાઈ લાગશે કે, અદનાન સામીએ પોતાનું વજન 230 કિલોથી સીધું 75 કિલો કર્યું છે. અદનાને માલદીવથી સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેને ઓળખવો પણ મુશ્કિલ લાગતો હતો.
અદનાનનો જન્મ ભલે પાકિસ્તાનમાં થયો હોય પરંતુ તે શરૂઆતથી જ ભારતને પ્રેમ કરતો હતો, તેથી જ તે ભારતની નાગરિકતા સ્વીકારીને દેશનો નાગરિક બન્યો છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયા પર ભારતની તરફેણમાં બોલતા પણ જોવા મળે છે. તમને એ પણ જણાવી દઈએ કે, અદનાન સામીને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.