હસબન્ડ ડ્યૂટી નિભાવતો જોવા મળ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી માટે કહી આ વાત

Sidharth Malhotra Post: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) તેના પતિની ફરજોમાંથી પીછેહઠ કરી રહ્યો નથી. એક સામાન્ય પતિની જેમ તે પણ કિયારાની બેગ્સ કૈરી કરી રહ્યો છે. તે કિયારાની ઘણી બધી બેગ લઈને જતો જોવા મળ્યો છે.

હસબન્ડ ડ્યૂટી નિભાવતો જોવા મળ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી માટે કહી આ વાત
Sidharth Malhotra Post
Image Credit source: Social Media
| Edited By: | Updated on: May 31, 2023 | 9:49 PM

Japan: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણીએ થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યાં હતાં. હવે તેઓ બોલિવુડના પોપ્યુલર કપલ્સમાંથી એક છે. બંને ઘણીવાર એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળે છે. સામાન્ય રીતે કપલ્સ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે તેમના ફોટા શેર કરતા હોય છે. થોડા સમય પહેલા બંને વેકેશન એન્જોય કરવા જાપાન ગયા હતા. હવે સિદ્ધાર્થે તેની ટ્રિપની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

લગ્ન પછી સિદ્ધાર્થ પોતાના પતિની ફરજો નિભાવવામાં પાછળ નથી રહ્યો. એક સામાન્ય પતિની જેમ તે પણ કિયારાની બેગ્સ કૈરી કરી રહ્યો છે. સિદ્ધાર્થની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જોવા મળી રહ્યું છે. સિદ્ધાર્થે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. આમાં સિદ્ધાર્થ કેમેરા તરફ પીઠ રાખીને ઉભો છે. પરંતુ મજાની વાત એ છે કે તેના ખભા પર એક, બે નહીં પરંતુ ત્રણ શોપિંગ બેગ લટકી રહી છે. આ તસવીર શેર કરતાં સિદ્ધાર્થે લખ્યું- ‘પતિની ફરજ નિભાવતી વખતે, એક સમયે એક બેગ @kiaraaliaadvani’

પતિની ફરજો નિભાવી રહ્યો છે સિદ્ધાર્થ

અન્ય એક ફોટોમાં સિદ્ધાર્થ રેસ્ટોરન્ટમાં બર્ગર ખાતા જોવા મળે છે. આ સાથે સિદ્ધાર્થે લખ્યું, ‘બેગ ટૂ વર્ક પહેલા એક નાની ટ્રીટ. ટ્રીટ માટે થેન્ક યૂ @kiaraaliaadvani. આ તસવીરોમાં સિદ્ધાર્થ એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે વ્હાઈટ ટી-શર્ટ અને વાદળી જોગર્સ પહેર્યું છે.

સિદ્ધાર્થના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય સાથે રોહિત શેટ્ટીની ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળશે. આ સિવાય તે દિશા પટની સાથે ફિલ્મ ‘યોદ્ધા’માં પણ જોવા મળશે.

આ પણ વાંચો: Parineeti Chopra Wedding : લગ્નની તારીખ શું છે ? પરિણીતી ચોપરાને પૂછવામાં આવ્યો સવાલ, એક્ટ્રેસે હસીને આપ્યો ફની જવાબ, જુઓ Video

‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે કિયારા

કિયારાની વાત કરીએ તો હાલમાં કિયારા તેની અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના પોસ્ટ પ્રોડક્શનમાં બિઝી છે. ‘ભૂલ ભુલૈયા 2’ પછી તે ફરી એકવાર કાર્તિક આર્યન સાથે મોટા પડદા પર જોવા જઈ રહી છે. આ ફિલ્મ આ વર્ષે 29 જૂને રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:48 pm, Wed, 31 May 23