Sidharth Kiara Wedding Card : સાત ફેરા લીધા પછી વાઈરલ થયું સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું કાર્ડ, જુઓ ફોટો

|

Feb 08, 2023 | 5:21 PM

Sidharth Malhotra And Kiara Advani Wedding Card: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના (Sidharth Kiara Wedding) બંધનમાં બંધાય ગયા છે. હવે બંનેના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

Sidharth Kiara Wedding Card : સાત ફેરા લીધા પછી વાઈરલ થયું સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું કાર્ડ, જુઓ ફોટો
Sidharth Kiara Wedding Card
Image Credit source: Instagram

Follow us on

Sidharth Malhotra And Kiara Advani Wedding Card: બોલિવૂડના સૌથી સુંદર જોડીમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે પતિ-પત્ની બની ગયા છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં બંનેએ 7 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા, ત્યારબાદ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. બંનેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ દરમિયાન બંનેના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર બંનેના લગ્નનું કાર્ડ વાયરલ થયું છે, જે ખૂબ જ સુંદર છે. આ કાર્ડ પર સિદ્ધાર્થ અને કિયારાના નામના પહેલા અક્ષર S અને K સુંદર રીતે પ્રિન્ટ કરવામાં આવ્યા છે. તેની નીચે બંનેના નામ લખવામાં આવ્યા છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

અહીં જુઓ લગ્નનું કાર્ડ

સિદ્ધાર્થ કિયારાના પ્રીવેડિંગ ફંક્શન 5 ફેબ્રુઆરીએ શરૂ થયા હતા, 7 ફેબ્રુઆરીએ તેમના લગ્ન થયા હતા. આ કાર્ડ પર 5-7 ફેબ્રુઆરીની ડેટ મેન્શન કરવામાં આવી છે. આ સાથે બંનેના વેડિંગ વેન્યૂનું એડ્રેસ એટલે કે સૂર્યગઢ જેસલમેર લખેલું છે.

બંનેએ સુંદર અંદાજમાં શેયર કરી તસવીર

ફેન્સને જાણ થઈ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, ત્યારપછી સોશિયલ મીડિયા પર ફેન્સ બંનેના લગ્નની તસવીરો જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા હતા. લગ્નના થોડા સમય પછી, બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ સાથે તસવીરો શેયર કરી હતી, જેમાં બંને વેડિંગ આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. તસવીરો શેયર કરતાં બંનેએ કેપ્શનમાં લખ્યું કે, હવે અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું છે. આગળની સફર માટે તમારા બધાના પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.

આ પણ વાંચો : Sid Kiara Reception: મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટલમાં હશે સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, અંબાણી પરિવાર પણ થઈ શકે છે સામેલ

દિલ્હી અને મુંબઈમાં થશે રિસેપ્શન

દિલ્હી અને મુંબઈમાં સિદ્ધાર્થ અને કિયારા હવે તેમના લગ્નની ખુશીમાં બે રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સમાં મુજબ પહેલું રિસેપ્શન 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં અને બીજું રિસેપ્શન 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટીમાં ખાસ મિત્રો અને સંબંધીઓ સામેલ થશે, જ્યારે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો મુંબઈમાં સામેલ થશે.

Next Article