સિદ્ધાર્થ-કિયારાએ ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી, લગ્ન પહેલા વીડિયો સામે આવ્યો જુઓ Video

Sidharth Malhotra Kiara Advani Wedding: લગ્ન પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને ડાન્સ ફ્લોર પર સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

સિદ્ધાર્થ-કિયારાએ ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી, લગ્ન પહેલા વીડિયો સામે આવ્યો જુઓ Video
સિદ્ધાર્થ-કિયારાએ ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 06, 2023 | 4:23 PM

હાલના દિવસોમાં બોલિવૂડથી લઈને સોશિયલ મીડિયા સુધી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના સમાચાર ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, 5 ફેબ્રુઆરીથી જ લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અને આજે 6 ફેબ્રુઆરીએ બંનેની સંગીત સેરેમની છે. સંગીત સેરેમની પહેલા બંનેનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયોને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફેન ક્લબ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સિડ-કિયારા સાથે જોવા મળી રહ્યા છે. આ બંને સાથે અન્ય લોકો જોવા મળે છે અને તે બધા ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યા છે.

 

 

 

સિદ્ધાર્થ-કિયારાએ ડાન્સ કર્યો

આ વીડિયોમાં કિયારા અડવાણી સુંદર ચમકદાર લહેંગામાં જોવા મળી રહી છે અને સિદ્ધાર્થે બ્લેક આઉટફિટ પહેર્યો છે. સંગીત ચાલી રહ્યું છે. કિયારા ડાન્સ કરતી જોવા મળે છે, જ્યારે સિદ્ધાર્થ કોઈની સાથે વાત કરતો જોવા મળે બંનેની સંગીત સેરેમની પહેલા આ વીડિયો વાયરલ થયો છે. અહેવાલો અનુસાર, બંને સંગીત સેરેમનીમાં પણ પરફોર્મ કરવાના છે, જેના માટે સિડ-કિયારાએ કાલા ચશ્મા, રંગાસરી અને બિજલી જેવા ઘણા ગીતો પસંદ કર્યા છે.

7 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે

જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની વિધિ ચાલી રહી છે. જ્યારે આવતીકાલે એટલે કે 7 ફેબ્રુઆરીએ બંને કાયમ માટે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ બંનેના લગ્નમાં હાજરી આપવા માટે ઘણા સ્ટાર્સ જેસલમેર પહોંચ્યા છે, જેમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, અરમાન જૈન અને અનીસા મલ્હોત્રાનો સમાવેશ થાય છે. આ સાથે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ પણ ભાગ લીધો છે. તમને જણાવી દઈએ કે, ઈશા અને કિયારા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. જોકે, સિડ-કિયારા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ઘણી વખત થતી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તરફથી લગ્ન વિશે હજુ સુધી ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ હવે રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલની જેમ તેમના લગ્નમાં પણ ફોન પોલિસી હશે.