આજે મુંબઈમાં થશે સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, જાણો હોટલથી લઈને ગેસ્ટ સુધીની માહિતી

|

Feb 12, 2023 | 8:11 AM

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ગત 7મી ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન બંધનમાં બંધાયા હતા. સિડ-કિયારાનું મુંબઈ રિસેપ્શન હોટેલ સેન્ટ રેજીસમાં યોજાવા જઈ રહ્યું છે. આ હોટલ બોલીવુડ સ્ટાર્સમાં ઘણી ફેમસ છે અને તે ઘણી મોંઘી પણ છે.

આજે મુંબઈમાં થશે સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, જાણો હોટલથી લઈને ગેસ્ટ સુધીની માહિતી
Siddharth Malhotra and Kiara Advani
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને વધુ એક સુંદર કપલ મળ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7મી ફેબ્રુઆરીએ જેસલમેરમાં સાત ફેરા લઈને સાત જીવન માટે એકબીજા સાથે રહેવાનું પસંદ કર્યું છે. આ નવપરિણીત યુગલ લગ્ન બાદથી જ ચર્ચામાં છે. લગ્ન બાદ સિદ્ધાર્થ અને કિયારા સીધા દિલ્લી પહોંચી ગયા હતા. જ્યાં તેણે પોતાના ખાસ લોકો માટે રિસેપ્શનનું પણ આયોજન કર્યું હતું. જે બાદ આ કપલ છેલ્લા દિવસે મુંબઈ આવી ગયું છે.

આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ અને કિયારાનું મુંબઈ ગ્રાન્ડ રિસેપ્શન થવાનું છે. આ ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલિવૂડની તમામ હસ્તીઓ હાજરી આપવાના છે. મુંબઈમાં રિસેપ્શનની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિડ-કિયારાનું મુંબઈ રિસેપ્શન હોટેલ સેન્ટ રેજીસમાં યોજાવા જઈ રહ્યું છે. આ હોટલ બોલીવુડ સ્ટાર્સમાં ઘણી ફેમસ છે અને તે ઘણી મોંઘી પણ છે. રિપોર્ટ અનુસાર આજે રાત્રે લગભગ 8:30 વાગ્યાથી ગ્રાન્ડ રિસેપ્શન શરૂ થશે.

તાજેતરમાં જ સિદ્ધાર્થ અને કિયારાનું રિસેપ્શન કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેના પર ફાઈવ સ્ટાર હોટેલ સેન્ટ રેજીસનું નામ લખેલું હતું. આ કાર્ડ ખૂબ જ સુંદર હતું. આ કાર્ડનો આગળનો ભાગ કપલના લગ્નના ફોટોગ્રાફથી શણગારવામાં આવ્યો છે. દરેકની નજર આજના ગ્રાન્ડ રિસેપ્શન પર ટકેલી છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, આ ગ્રાન્ડ રિસેપ્શનમાં કોણ હાજરી આપે છે અને કોણ નથી આપતુ.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

માનવામાં આવે છે કે, આ ગ્રાન્ડ રિસેપ્શનમાં સ્ટાર સિવાય મોટા ઉદ્યોગપતિઓ પણ ભાગ લેશે. ચાહકો એ પણ જોવા માંગે છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ આ પાર્ટીમાં હાજરી આપશે કે નહીં. બધા જાણે છે કે, એક સમયે સિદ્ધાર્થ અને આલિયાના લિંકઅપના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ટૂંક સમયમાં તેમના બ્રેકઅપના સમાચાર પણ સાંભળવા મળ્યા હતા. ગ્રાન્ડ રિસેપ્શનમાં હાજરી આપનારા સ્ટાર્સના નામની વાત કરીએ તો તેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, વરુણ ધવન, ભૂષણ કુમાર, અજય દેવગન, અક્ષય કુમાર, જુહી ચાવલા, કરણ જોહર, શાહિદ કપૂર અને અનિલ કપૂર જેવા નામનો સમાવેશ થાય છે.

Next Article