Sid Kiara Wedding: અભિનેત્રી જૂહી ચાવલા પહોંચી જેસલમેર, કિયારાના પરિવારનો જૂહી ચાવલા સાથે છે આ ખાસ સંબંધ

Sid Kiara Wedding: એરપોર્ટ પર અભિનેત્રી જૂહી ચાવલાએ પાપારાઝી સાથે વાતચીત કરી તેનો વીડિયો વિરલ ભાયાણીએ શેયર કર્યો છે. જૂહી ચાવલાએ કહ્યું તે તે લગ્નમાં હાજરી આપવા માટે આવી છે

Sid Kiara Wedding: અભિનેત્રી જૂહી ચાવલા પહોંચી જેસલમેર, કિયારાના પરિવારનો જૂહી ચાવલા સાથે છે આ ખાસ સંબંધ
Juhi Chawla, Siddharth Malhotra and Kiara Advani
Image Credit source: TV9 GFX
| Edited By: | Updated on: Feb 06, 2023 | 10:51 PM

બોલીવુડની સુંદર જોડીઓમાં સામેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ સાત ફેરા ફરશે. ઘણા લાંબા સમયથી બંનેના લગ્નની ચર્ચા ચાલી રહી હતી અને હવે આખરે બંને લગ્નના બંધનનમાં બંધાવવા જઈ રહ્યા છે. બંનેનું લગ્નનું ફંકશન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થઈ રહ્યું છે. જ્યાં સિડ-કિયારા પોતાના પરિવાર સાથે 4 ફેબ્રુઆરીએ જ પહોંચી ગયા છે.

5 ફેબ્રુઆરીથી મહેમાનોએ પણ આવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારબાદ લગ્નની અન્ય વિધિ ચાલી રહી છે. ત્યારે આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ બોલીવુડની જાણીતી અભિનેત્રી જૂહી ચાવલા પણ જેસલમેર પહોંચી છે. તેમની સાથે તેમના પતિ જય મહેતા પણ આવ્યા છે. આ દરમિયાન બંને એરપોર્ટ પર સ્પોટ થયા.

આ પણ વાંચો: સિદ્ધાર્થ-કિયારાએ ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી, લગ્ન પહેલા વીડિયો સામે આવ્યો જુઓ Video

જૂહીએ Sid-Kiaraને લઈ કરી આ વાત

એરપોર્ટ પર અભિનેત્રી જૂહી ચાવલાએ પાપારાઝી સાથે વાતચીત કરી તેનો વીડિયો વિરલ ભાયાણીએ શેયર કર્યો છે. જૂહી ચાવલાએ કહ્યું તે તે લગ્નમાં હાજરી આપવા માટે આવી છે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે બંનેને શું વિશેષ ભેટ આપશે. તેની પર જૂહીએ કહ્યું ‘શુભેચ્છાઓ તેમને’ ખુબ જ સુંદર જોડી છે કિયારા અને સિદ્ધાર્થની. ત્યારબાદ અભિનેત્રી કારમાં બેસીને રવાના થઈ ગઈ.

કિયારાના પરિવારનો જૂહી ચાવલા સાથે છે આ ખાસ સંબંધ

કિયારા અડવાણીના પરિવારનો જૂહી ચાવલા સાથે ખુબ જ જૂનો સંબંધ છે. બંને પરિવારની વચ્ચે ગાઢ સંબંધ છે. કિયારાના પિતા અને જૂહી ચાવલા એકબીજાના ખુબ જ સારા મિત્રો છે. જૂહી ચાવલા પહેલા મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર, મીરા રાજપૂત, કરણ જોહર, અરમાન જૈન, અનીસા મલ્હોત્રા, ઈશા અંબાણી જેવી હસ્તીઓ પણ લગ્નમાં પહોંચી છે. Sid-Kiaraના લગ્ન ખુબ જ ગ્રાન્ડ રીતે થવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ 100થી 125 મહેમાન આ લગ્નમાં સામેલ થવાના છે. ત્યારે લગ્ન બાદ સિડ અને કિયારા બે રિસેપ્શન આપશે.

ખુબ જ આલિશાન છે સૂર્યગઢ પેલેસ

જણાવી દઈએ કે જે સૂર્યગઢ પેલેસમાં બંનેના લગ્નના કાર્યક્રમ ચાલી રહ્યા છે, તે પેલેસ ખુબ જ આલિશાન છે. 65 એકરમાં ફેલાયેલા પેલેસમાં કુલ 83 રૂમ છે. સાથે જ સ્વિમિંગ પૂલ, જીમ, ગાર્ડન સહિત મહેમાનો માટે સુવિધાઓની વ્યવસ્થા છે.