એરપોર્ટ પર શ્રદ્ધા કપૂરે ફેન સાથે ‘તુ જૂઠી મેં મક્કાર’ ગીત પર કર્યો ડાન્સ, જુઓ Video

Shraddha Kapoor Dance: એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે (Shraddha Kapoor) એરપોર્ટ પર ફેન સાથે તેની અપકમિંગ ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'ના ગીત પર ડાન્સ કર્યો હતો. શ્રદ્ધાની આ સ્ટાઈલ ફેનને ખૂબ જ પસંદ આવી રહી છે. જુઓ વાયરલ વીડિયો.

એરપોર્ટ પર શ્રદ્ધા કપૂરે ફેન સાથે તુ જૂઠી મેં મક્કાર ગીત પર કર્યો ડાન્સ, જુઓ Video
Shraddha Kapoor
| Edited By: | Updated on: Mar 05, 2023 | 6:16 PM

એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ શ્રદ્ધા કપૂર ફેન સાથે ડાન્સ કરવા લાગી હતી. શ્રદ્ધા કપૂરને આ રીતે ડાન્સ કરતી જોઈને બધા હેરાન થઈ ગયા. શ્રદ્ધા કપૂરની એક ફેન તેની અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશનમાં બિઝી છે. જેવી તે મુંબઈ એરપોર્ટ પર પહોંચી, તેને જોઈને એક ફેને તેની જ ફિલ્મના ગીત ‘શો મી ધ ઠુમકા’ના હૂક સ્ટેપ કરવાનું શરૂ કરી દીધું. શ્રદ્ધા કપૂરે પણ ફેન્સ સાથે ડાન્સ કર્યો હતો.

શ્રદ્ધા કપૂરે એરપોર્ટ પર કર્યો ડાન્સ

શ્રદ્ધા કપૂરે રાઉન્ડ નેક યલો ટોપ અને લૂઝ ફીટ પેન્ટ પહેર્યું છે. આંખો પર સનગ્લાસ પહેરીને એક્ટ્રેસે તેના ફેન્સ સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. શ્રદ્ધાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. શ્રદ્ધાએ તેના ફેન્સને હાઈ-ફાઈ આપી અને તેના વખાણ કરતાં કહ્યું- ‘ક્યા બાત હૈ’

ફેન્સ સાથે ઉજવ્યો બર્થડે

શ્રદ્ધા કપૂરે તેના ફેન્સ સાથે બર્થડે સેલિબ્રેટ કરી હતી. એક્ટ્રેસ પોતાની કારનું સનરૂફ ખોલીને બધાને મળી રહી છે અને ફોટો ક્લિક કરાવી રહી હતી. શ્રદ્ધાના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક ફેને ફોટો ક્લિક કરાવવા માટે બાળકને કાર પર બેસાડી દીધું હતું, જેના કારણે શ્રદ્ધા ખૂબ જ હેરાન થઈ ગઈ હતી.

આ પણ વાંચો : 2 માર્ચની રાત્રે 2 વાગ્યે શું થયું હતું? સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યા 20 પાપારાઝી? એક્ટરે જણાવ્યું કારણ

ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં સાથે જોવા મળશે શ્રદ્ધા અને રણબીર

શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ 8 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પહેલીવાર શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરની જોડી પડદા પર જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું ત્રીજું ગીત ‘શો મી ધ ઠુમકા’ રિલીઝ થયું છે. આ ગીત સુનિધિ ચૌહાણ અને શાશ્વત સિંહે ગાયું છે. આ ગીતને ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે. હોળી પર આ ગીત હિટ સાબિત થઈ શકે છે.