હાલમાં હરિયાણવી રેપર એમસી સ્ક્વેરની ફેન ફોલોઈંગનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ફેન્સમાં તેનો ક્રેઝ જબરદસ્ત જોવા મળે છે. હાલમાં એમટીવી હસ્ટલ 2.0 જીત્યા પછી એમસી સ્ક્વેરે લોકોને પોતાની દેશી રેપ સ્ટાઈલથી દિવાના બનાવ્યા છે. આ જીત બાદ એમસી સ્ક્વેર તેના ફેન્સ માટે વધુ એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. તેના અપકમિંગ ગીતનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ગીતમાં તે એકલો નથી, પરંતુ તેની સાથે બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ પણ જોવા મળશે.
શહેનાઝ ગીલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેયર કરી છે. તે પોસ્ટરમાં તે એમસી સ્ક્વેર સાથે જોવા મળી રહી છે. શહેનાઝે એમસી સ્ક્વેરના અપકમિંગ ગીતનું પહેલું પોસ્ટર શેયર કર્યું છે. આ પોસ્ટરમાં રેપર અને શહેનાઝ ખૂબ જ કૂલ દેખાઈ રહ્યા છે. આ સાથે જ બંનેનો લુક પણ જોવા જેવો છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ તેના ગીતને લઈને ફેન્સમાં જબરજસ્ત એક્સાઈટમેન્ટ છે.
લોકોના ફેવરિટ એમસી સ્ક્વેરના અપકમિંગ ગીતનું પોસ્ટર શેયર કરતી વખતે શહેનાઝ ગીલે બીજી ઘણી જાણકારી પણ શેયર કરી છે. એક્ટ્રેસના પોસ્ટર લુકની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ‘અહીં છે અમારા અપકમિંગ ગીત ‘ઘની સયાની’ નું પહેલું પોસ્ટર એમસી સ્ક્વેર સાથે…’ તમને જણાવી દઈએ કે આ ગીત યૂટ્યૂબ ચેનલ @playdmofficial પર જ રિલીઝ થશે.
એમસી સ્ક્વેરના આ ગીતનું ટાઈટલ છે ઘની સયાની. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે તેનું અપકમિંગ ગીત પણ હરિયાણવી ગીત હશે. શહેનાઝે આ પહેલા હિન્દી અને પંજાબી ગીતોમાં કામ કર્યું છે. આ ગીતમાં એક્ટ્રેસ શું કમાલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. આ પહેલીવાર છે જ્યારે શહેનાઝ હરિયાણવી ગીતમાં જોવા મળશે.
આ સાથે શહેનાઝે આ ગીતની રિલીઝ ડેટ પણ ફેન્સ સાથે શેયર કરી છે. તમને જણાવી દઈએ કે આ ગીત 5 ડિસેમ્બરે રિલીઝ થશે. પોસ્ટર સામે આવ્યા પછી ગીતને લઈને ફેન્સ આતુરતાથી આ ગીતની રાહ જોઈ રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે એમસી સ્ક્વેર અને શહેનાઝનું આ દમદાર બોન્ડિંગ ગીતને કેટલી હદે પોપ્યુલર બનાવે છે. આ સાથે જ એ જોવાનું ઈન્ટ્રેસ્ટિંગ રહેશે કે આ ગીતને બંનેના ફેન્સ કેટલો પ્રેમ અને સપોર્ટ આપે છે.
Published On - 10:32 pm, Wed, 30 November 22