Jawan : લાંબા વાળ, ચહેરા પર પટ્ટી, ‘જવાન’ના સેટ પરથી શાહરૂખ ખાનની તસવીર લીક

Shah Rukh Khan Jawan: 'પઠાણ' પછી 'જવાન' (Jawan) પણ શાહરૂખ ખાનની મચ અવેટેડ ફિલ્મોમાં સામેલ છે. હવે આ ફિલ્મના સેટ પરથી શાહરૂખની એક તસવીર સામે આવી છે, જેમાં તે ચહેરા પર પટ્ટી બાંધીને લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે.

Jawan : લાંબા વાળ, ચહેરા પર પટ્ટી, જવાનના સેટ પરથી શાહરૂખ ખાનની તસવીર લીક
shah rukh khan jawan look
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 01, 2023 | 7:14 PM

Shah Rukh Khan Jawan: ચાર વર્ષ બાદ શાહરૂખ ખાને ‘પઠાણ’ દ્વારા ધમાકેદાર સ્ક્રીન પર કમબેક કર્યું છે. તેમની ફિલ્મને માત્ર તેમના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણી સફળતા મળી રહી છે. ‘પઠાણ’ પછી શાહરૂખ વર્ષ 2023માં વધુ બે ફિલ્મો લઈને આવી રહ્યો છે, જે છે ‘જવાન’ અને ‘ડંકી’. ‘ડંકી’ વર્ષ 2023ના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થશે, જ્યારે ‘જવાન’ જૂનમાં રિલીઝ થશે.

‘પઠાણ’ની રિલીઝ અને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા બાદ શાહરૂખ ખાન હવે જવાનની તૈયારીમાં બિઝી છે. રિપોર્ટ્સ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખે મુંબઈમાં પોતાની ફિલ્મના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હવે સેટ પરથી એક્ટરની એક તસવીર સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ચહેરા પર પટ્ટી બાંધેલો જોવા મળ્યો શાહરૂખ

સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની એક તસવીર સામે આવી છે, જેમાં શાહરૂખ લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે. ત્યાં તેના ચહેરા પર પાટો બાંધવામાં આવ્યો છે. જ્યારે જવાન ફિલ્મમાંથી શાહરૂખ ખાનનો ફર્સ્ટ લુક સામે આવ્યો ત્યારે તે ચહેરા પર પટ્ટી બાંધેલી જોવા મળ્યો હતો.

શાહરૂખની ‘પઠાણ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, પરંતુ તેની સાથે તેના ફેન્સ જવાનની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી શાહરૂખનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે ત્યારથી લોકો આ ફિલ્મ માટે ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા છે. સેટ પરથી સામે આવેલી આ તસવીરે લોકોની ઉત્સુકતા વધુ વધારી દીધી છે.

એટલી કુમાર કરી રહ્યા છે ડાયરેક્ટ

‘જવાન’માં શાહરૂખ ખાન સાથે સાઉથની જાણીતી એક્ટ્રેસ નયનતારા જોવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન સાઉથ સિનેમાના ફેમસ ડાયરેક્ટર એટલી કુમાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એટલી હાલમાં જ એક પુત્રના પિતા બન્યા છે, જેની જાણકારી તેને સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

આ પણ વાંચો : લગ્નની તૈયારીઓ શરૂ, ફાઈનલ કર્યો આઉટફિટ… આ દિવસે સાત ફેરા લેશે સિદ્ધાર્થ-કિયારા!

600 કરોડને પાર ‘પઠાણ’

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ શરૂઆતના દિવસથી જ ધમાકો કરતી જોવા મળી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને 7 દિવસ થઈ ગયા છે, જ્યારે ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા મુજબ ‘પઠાણ’એ એક અઠવાડિયામાં વર્લ્ડવાઈડ 640 કરોડની કમાણી કરી છે.