સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘જવાન’ (Jawan )થી બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. એટલી કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ જવાનને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. કિંગ ખાનના ચાહકો ‘જવાન’ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી રહ્યા છે. જે ઝડપે જવાન આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે આ ફિલ્મ કમાણીના તમામ રેકોર્ડ તોડી શકે છે. શાહરૂખ ખાનની જવાન રિલીઝ પહેલા જ 40 કરોડની કમાણી કરી ચૂકી છે.
7 સપ્ટેમ્બરે ગ્લોબલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલી શાહરૂખ ખાનની ફિલ્મ જવાને એડવાન્સ બુકિંગ દ્વારા દુનિયાભરમાં 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 5 સપ્ટેમ્બરની રાત સુધી ભારતમાં લગભગ 910 હજાર ટિકિટ વેચાઈ છે, એટલે કે જવાને આમાંથી 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હિન્દીમાં 815K ટિકિટ સાથે લગભગ રૂ. 23.75 કરોડની કમાણી કરીને, ‘જવાન’ પ્રી-સેલ્સમાં આગળ છે. જવાનની 88 લાખની ટિકિટ તમિલમાં અને 46 લાખની ટિકિટ તેલુગુમાં વેચાઈ છે.
ભારતમાં PVR, INOX અને Cinepolis પર ‘જવાન’ની 340K થી વધુ ટિકિટો વેચાઈ છે. જેમાં માત્ર PVR અને INOXએ 280K ટિકિટ વેચી છે, જ્યારે સિનેપોલિસે 60K ટિકિટ વેચી છે. આ આંકડા પર નજર કરીએ તો, જવાને આમિર ખાનની ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ના પહેલા દિવસના 346K બુકિંગને પાછળ છોડી દીધું છે. શાહરૂખ ખાનની ‘જવાન’ બોલિવૂડમાં બમ્પર ડેબ્યૂ અને અત્યાર સુધીની સૌથી વધુ પ્રી-બુકિંગ ફિલ્મ બનવા જઈ રહી છે.
પ્રી-બુકિંગ વચ્ચે, ‘જવાન’ માટે એકલા અમેરિકામાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધુની ટિકિટ વેચાઈ છે. જવાનને અમેરિકા અને યુકેમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જવાન વિશ્વભરમાં 60 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ કરી શકે છે.જવાનના કલેક્શનને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે, એવું માનવામાં આવે છે કે ‘જવાન’ પઠાણનો રેકોર્ડ તોડીને પહેલા જ દિવસે 125 કરોડથી વધુની કમાણી કરી શકે છે.