Shahid Kapoor : શાહિદ કપૂરે ફરી સોશિયલ મીડિયા પર પત્ની મીરા રાજપૂતની મજાક ઉડાવી, ચાહકો સાથે શેર કર્યો વીડિયો

સોશિયલ મીડિયા પર શાહિદ કપૂર (Shahid Kapoor) એક ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી શેર કરી છે. જેમાં તેમણે તેની પત્ની મીરા રાજપૂતનો વીડિયો શેર કરી મજાક ઉડાવી છે

Shahid Kapoor : શાહિદ કપૂરે ફરી સોશિયલ મીડિયા પર પત્ની મીરા રાજપૂતની મજાક ઉડાવી, ચાહકો સાથે શેર કર્યો વીડિયો
શાહિદ કપૂરે ફરી સોશિયલ મીડિયા પર પત્ની મીરા રાજપૂતની મજાક ઉડાવી
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 11, 2022 | 1:08 PM

Shahid Kapoor: બોલીવુડનું પાવર કપલ શાહિદ કપુર (Shahid Kapoor) અને તેની પત્ની મીરા કપુર હાલમાં ખુબ ચર્ચામાં છે, બંન્ને મનોરંજન જગતમાં સૌથી મશહુર કપલમાંથી એક માનવામાં આવે છે. મીરા કપુર (Mira Rajput)નો ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી , તેમ છતા તે બોલિવુડમાં પોપ્યુલર છે, બંન્ને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તેની પત્નીની પોસ્ટ પર હંમેશા કોમેન્ટ કરતો રહે છે હાલમાં મીરા કપૂરની બાથરુમ સેલ્ફી પર કમેન્ટ કરી હતી. હવે ફરી એક વખત તેમણે પત્નીનો candid videoને લઈ સોશિયલ મીડિયા પર મસ્તી કરી હતી. તો ચાલો જોઈએ મીરાની આ મસ્તી કેવી હતી

શાહિદ કપુરે હાલમાં તેના ઓફિશયલ ઈન્સ્ટ્રાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં પત્ની મીરા ફોન પર છે. આ સ્ટોરીમાં શાહિદ તેનો candid video બનાવે છે, આ વાતથી મીરા સાવ અજાણ છે

 

 

વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત પણ સાંભળવા મળશે. જે શાહિદ અને મીરાની આ સ્થિતિ સાથે મેળ ખાય છે. જેમાં મીરા ફોનમાં વ્યસ્ત છે અને પતિ તેનો વીડિયો બનાવી રહ્યો છે , એક દિવસ પહેલા જ મીરા કપુરે ઈન્સ્ટ્રાગ્રામ પર સેલ્ફી મોડ પર લેટેસ્ટ ફોટો શેર કર્યો હતો. જેમાં તે બાથરુમમાં પોઝ આપતી જોવા મળી રહી હતી. તેના ફોટો પર પતિ શાહિદ કપુરે મજેદાર કોમેન્ટ કરી તેની મજાક ઉડાવી હતી, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી હતી. આ કોમેન્ટને વાંચી ચાહકો પણ ખુબ આનંદ લઈ રહ્યા હતા

ગયા અઠવાડિયે આ કપલની 7મી વેડિંગ એનિવર્સરી હતી

 

 

તમને જણાવી દઈએ કે ,ગયા અઠવાડિયે જ શાહિદ કપૂર અને મીરા રાજપૂતે તેમની સાતમી લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. આ દરમિયાન બંનેએ સોશિયલ મીડિયા પર ફોટા પણ શેર કર્યા હતા. આ કપલને ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રેરણાદાયી કપલ્સમાંથી એક માનવામાં આવે છે, જે ચાહકોનું ખૂબ મનોરંજન કરે છે. તસવીર શેર કરતા મીરાએ લખ્યું છે કે ‘7 ડાઉન બેબી. તેમજ મીરા ઘણી વાર તેના પતિ સાથે તેની સુંદર ક્ષણો શેર કરે છે.