
તમારા પરિવાર સહિત લગભગ દરેક ઘરમાંથી 1-2 વ્યક્તિ પરિવારથી દૂર વિદેશમાં ભણવા અને નોકરી માટે જતા હોય છે. ઘરથી દૂર રહેતા લોકોને દરેક સમયે પોતાના પરિવારની ચિંતા હોય છે. હજારો માઈલ દૂર હોવા છતા પરિવારના લોકો તેમના દિલની સૌથી નજીક હોય છે. આવા લોકોને કિંગ ખાનની નવી ફિલ્મ ડંકીનું સોન્ગ ખુબ પસંદ આવશે.
હાલમાં જ કિંગ ખાને તેની આગામી ફિલ્મ ડંકીનું એક નવું ગીત શેયર કર્યું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે તેણે આ ગીતને અલગ અંદાજમાં રજૂ કર્યું છે. શાહરૂખ ખાને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેયર કરી છે.
ખાસ વાત એ છે કે તેણે આ પોસ્ટ હિન્દી ભાષામાં લખી છે. ખરેખર, આમાં તેણે તેની ફિલ્મ ડંકીનો એક ડાયલોગ લખ્યો છે. તેની સાથે તેણે Dunki ડ્રોપ 3 લોન્ચ કર્યું છે.
ગીત શેર કરતી વખતે, કિંગ ખાને કેપ્શન પણ ખૂબ જ સુંદર લખ્યું છે. તેણે લખ્યું છે કે, “આજે હું આ ગીત તમારી સાથે શેર કરી રહ્યો છું જે મારા દિલમાં આવી ગયું હતું. રાજુ અને સોનુ ફક્ત નામથી આપણા જ લોકો લાગે છે. અને બંનેએ કમ્પોઝ કરેલ આ ગીત પણ તેમનું પોતાનું છે. તે આપણા પરિવારના સભ્યો વિશે છે, તે આપણી જમીન વિશે છે… તે આપણા દેશના હાથોમાં આશ્વાસન શોધવાની છે. ક્યારેક આપણે બધા આપણા ઘરથી… ગામથી… શહેરથી… જીવન જીવવા માટે દૂર જઈએ છીએ. પરંતુ આપણું હૃદય આપણા ઘરોમાં જ રહે છે… દેશમાં જ.
શાહરૂખે પોસ્ટની નીચે લખ્યું છે કે ડંકીનો આ તેનો ફેવરિટ ડાયલોગ છે. તમને જણાવી દઈએ કે કિંગ ખાનની આ વર્ષની ત્રીજી સૌથી મોટી ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થશે. તાપસી પન્નુ આ ફિલ્મમાં તેની સાથે પહેલીવાર સ્ક્રીન શેયર કરતી જોવા મળશે. ફેન્સ પણ ડંકીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે શું શાહરૂખ તેની અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મથી પણ બોક્સ ઓફિસ પર કમાણી કરે છે?