
સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગરના બંને પાર્ટને તેમના ફેન્સનો ઘણો પ્રેમ આપ્યો હતો. હવે બધાની નજર હવે ટાઈગર 3 પર છે. આ પહેલા એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્મ ઈદ 2023ના અવસર પર રિલીઝ થશે, સલમાને હાલમાં જ જાહેરાત કરી હતી કે ટાઈગર 3 ઈદ પર નહીં, પરંતુ દિવાળી 2023 પર રિલીઝ થશે. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે ભાઈજાનની આ ફિલ્મમાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની એન્ટ્રી થઈ છે.
એક રિપોર્ટ મુજબ શાહરૂખ, સલમાનની મચ અવેટેડ ફિલ્મ ટાઈગર 3નો ભાગ હશે. આ ફિલ્મમાં તે એક્શન અવતારમાં જોવા મળશે. હાલમાં શાહરૂખ ખાન તેની અપકમિંગ ફિલ્મ પઠાનમાં બિઝી છે. તેની ફિલ્મનું ટીઝર 2 નવેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શાહરૂખ પઠાનની રિલીઝ પછી તરત જ ટાઈગર 3 માટે શૂટિંગ કરશે.
તમને જણાવી દઈએ કે યશ રાજ ફિલ્મ્સના હેડ અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા એક સ્પાઈ યુનિવર્સ ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં સલમાનની ટાઈગર, શાહરૂખની પઠાન અને ઋતિક રોશનની ફિલ્મ વોરનો ભાગ હશે. આ યુનિવર્સમાં આગામી સમયમાં સલમાન, શાહરૂખ અને ઋતિક એક સાથે ધમાકો કરતા જોવા મળશે.
શાહરૂખની ફિલ્મ પઠાનમાં સલમાન ખાન પણ હોવાના અહેવાલ છે, જ્યારે હવે આ અહેવાલ મુજબ, શાહરૂખની પણ ટાઈગર 3માં એન્ટ્રી થઈ ગઈ છે. આ મુજબ, સલમાન અને શાહરૂખ એકબીજાની ફિલ્મોમાં જોવા મળશે, આદિત્ય ચોપરાની સ્પાઈ યુનિવર્સનો એક ભાગ છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે ઋતિક રોશન સલમાન અને શાહરૂખની આ જોડીમાં ક્યારે જોડાય છે. પરંતુ આગળ જે પણ કંઈ થાય, તે નિશ્ચિત છે કે આ સ્પાઈ યુનિવર્સ એક્શનથી ભરપૂર હશે.
એક સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ “તે એક મોટી એક્શન સિક્વન્સ હશે જ્યાં પઠાન અને ટાઈગર એક ખૂબ જ મહત્વપૂર્ણ સીન માટે એકસાથે આવશે. તે દર્શકો માટે એક વિશાળ સિનેમેટિક મોમેન્ટ હશે. સ્પાઈ યુનિવર્સ ખૂબ જ રોમાંચક બની રહ્યું છે કારણ કે સૌથી મોટા સુપરસ્ટાર્સને એકસાથે લાવશે. મળતી માહિતી મુજબ શાહરૂખ ખાન ટાઈગર 3માં બેંગ સિક્વન્સમાં જોવા મળશે.
Published On - 7:34 pm, Tue, 8 November 22