શાહરૂખ ખાન 4 વર્ષ સ્ક્રીનથી કેમ રહ્યો દૂર, પોતે કર્યો ખુલાસો

લાંબા સમય પછી શાહરૂખ ખાનના (Shahrukh Khan) ફેન્સને તે સવાલનો જવાબ મળી ગયો જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાને જણાવ્યું કે તેને શા માટે 4 વર્ષનો લાંબો બ્રેક લીધો હતો. આ સિવાય શાહરૂખ ખાને એમ પણ કહ્યું કે હવે તે માત્ર એક્શન ફિલ્મો જ કરશે.

શાહરૂખ ખાન 4 વર્ષ સ્ક્રીનથી કેમ રહ્યો દૂર, પોતે કર્યો ખુલાસો
Shahrukh Khan
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 03, 2022 | 5:33 PM

બોલિવૂડનો કિંગ ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ પઠાનને લઈને સતત ચર્ચામાં છે. વર્ષ 2023માં શાહરૂખ ખાનની 3 ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં પઠાન, જવાન અને ડંકીનો સમાવેશ થાય છે. એટલે કે આવનારા વર્ષમાં કિંગ ખાન પોતાની એક્ટિંગથી ધૂમ મચાવવા માટે તૈયાર છે. બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના દુનિયાભરમાં ફેન્સ છે. ફેન્સ લગભગ ચાર વર્ષથી કિંગ ખાનના સ્ક્રીન પર કમબેકની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફેન્સના મનમાં એક જ સવાલ હતો કે શું કારણ છે કે કિંગ ખાન ફિલ્મો નથી કરી રહ્યો. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાને જણાવ્યું કે તેને શા માટે 4 વર્ષનો લાંબો બ્રેક લીધો હતો.

સ્ક્રીનથી કેમ દૂર હતો શાહરૂખ ખાન

લાંબા સમય પછી શાહરૂખ ખાનના ફેન્સને તે સવાલનો જવાબ મળી ગયો જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. સાઉદી અરેબિયાના જેદ્દામાં રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બોલિવૂડના કિંગ ખાને ખુલાસો કર્યો. એક ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને જણાવ્યું કે પુત્રી સુહાના ખાનના કારણે તે બ્રેક પર છે.

કિંગ કહે છે, સુહાના ન્યૂયોર્ક ભણવા ગઈ હતી. મેં 8 મહિના સુધી તેના કોલની રાહ જોઈ. મેં કોઈ ફિલ્મ સાઈન કરી ન હતી. એમ વિચારીને કે તે મને ફોન કરશે. પછી એક દિવસ શાહરૂખે સુહાનાને ફોન કરીને કહ્યું, ‘શું હું હવે કામ શરૂ કરી શકું?’ ત્યારે સુહાનાએ કહ્યું, ‘તમે કામ કેમ નથી કરતા?’ મેં કહ્યું, ‘મને લાગ્યું કે તે ત્યાં ન્યૂયોર્કમાં એકલતા અનુભવશે, તેથી તે મને કોલ કરશે.’ એટલે કે કિંગ ખાન વિચારતો હતો કે સુહાના ફોન કરશે ત્યારે તે તેની પાસે જશે. બસ આટલું વિચારીને શાહરૂખ ખાન કોઈ પ્રોજેક્ટ સાઈન કરી રહ્યો ન હતો.

એક્શન ફિલ્મો જ કરશે કિંગ ખાન

ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાન વધુમાં જણાવે છે કે કોવિડના કારણે તેના પ્રોજેક્ટ્સને આગળ વધતા રહ્યા. આ પછી શાહરૂખે યશ રાજ ફિલ્મ્સની એક્શન ફિલ્મ પઠાન ફાઈનલ કરી. બોલિવૂડ સુપરસ્ટારનું કહેવું છે કે તેને લવ સ્ટોરી, સોશિયલ ડ્રામા અને બેડ બોયઝ જેવી ઘણા રોલ સ્ક્રીન પર કર્યા છે. પરંતુ કોઈ તેને એક્શન ફિલ્મ કરવાની તક આપતું ન હતું. શાહરૂખ કહે છે, ‘હું 57 વર્ષનો છું. તેથી જ મેં વિચાર્યું કે હવે મારે એક્શન ફિલ્મો જ કરવી જોઈએ. આવનારા 10 વર્ષ સુધી હું માત્ર એક્શન ફિલ્મો જ કરીશ. હાલમાં જ શાહરૂખ ખાને યુએઈમાં ડંકી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ પછી તેઓ મક્કા પહોંચ્યા અને ઉમરા પણ કરી.