રિલીઝ પહેલા Jawanના સેટ પરથી શાહરૂખ ખાનનો ફોટો થયો લીક, અભિનેતા બીચ પર શૂટિંગ કરતો જોવા મળ્યો

|

Apr 12, 2023 | 2:30 PM

Shah Rukh Khan Viral Pic: જવાન ફિલ્મના સેટ પરથી શાહરૂખ ખાનનો લીક થયો છે. ફોટોમાં શાહરૂખ ખાન સફેદ શર્ટમાં જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટો મુંબઈમાં એક ગીતના શૂટિંગ દરમિયાનનો છે.

રિલીઝ પહેલા Jawanના સેટ પરથી શાહરૂખ ખાનનો ફોટો થયો લીક, અભિનેતા બીચ પર શૂટિંગ કરતો જોવા મળ્યો
Image Credit source: Jawanના સેટ પરથી શાહરૂખ ખાનનો ફોટો લીક

Follow us on

Jawan Photo Leak: પઠાણ ફિલ્મની શાનદાર સફળતા બાદ શાહરુખ ખાન હાલમાં તેની આગામી ફિલ્મ જવાનની ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના ફેમસ ડાયરેક્ટર એટલી કરી રહ્યા છે. જાણવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનું એક ગીત હાલમાં મુંબઈમાં શૂટ કરવામાં આવ્યું હતુ. જ્યાંથી શાહરુખ ખાનનો લુક વાયરલ થઈ રહ્યો છે.

રિપોર્ટસ મુજબ  શાહરુખ ખાન  અને નયનતારાએ 10 એપ્રિલના રોજ મુંબઈમાં બાંદ્રા બર્લીની આસપાસ એક ગીતનું શૂટિંગ કર્યું છે. આ દરમિયાન ચાહકે તેનો ફોટો ક્લિક કર્યો હતો હવે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક ફોટોમાં શાહરુખ ખાન સફેદ રંગના શર્ટમાં જોવા મળી રહ્યો છે. જેમાં ફરાહખાન પણ જોવા મળી રહી છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

 

 

ફરાહ ખાને પણે તેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ખાસ વાત તો એ છે કે, આ ફોટો જવાનના સિનેમેટોગ્રાફર જીકે વિષ્ણુએ શેર કર્યો છે. ફરાહ ખાન બાંદ્રા બર્લી સી લિંકની પાસે પોઝ આપતી જોવા મળી રહી છે.

 

 

સમુદ્ર કિનારે જોવા મળ્યો એટલી

જવાનના નિર્દેશક એટલીનો ફોટો પણ બાંદ્રા બર્લી સી લિંકની પાસેનો હોય તેમ લાગી રહ્યું છે. ફોટોમાં એટલી એક ચાહકની સાથે જોવા મળી રહ્યો છે. તેમજ એક પણ ફોટોમાં ફિલ્મની લીડ અભિનેત્રી નયનતારા જોવા મળી રહી નથી.

 

જવાન ફિલ્મ આ વર્ષે જૂન મહિનામાં રિલીઝ થશે. કેટલાક રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે, શાહરુખ ખાનની આ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન થઈ ગઈ છે પરંતુ આને લઈ હજુ સુધી કોઈ ઓફિશયલ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાનની આ ફિલ્મ એક્શનથી ભરપુર છે. જેનું ટીઝર અને પોસ્ટર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું છે. જે ચાહકોને પણ ખુબ પસંદ આવી રહ્યું છે. હાલમાં જ ફિલ્મમાંથી શાહરુખ ખાનનો એક એક્શન સીન પણ લીક થયો હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Next Article